ખેડા જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય પોલીસ વડા ના આદેશના પગલે જિલ્લાના ૧૦૦ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા તેમજ તડીપાર સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય એક્શનમાં આવી રાજ્યના દરેક મોટા શહેર તેમજ દરેક જિલ્લાના પોલીસ વડાને ૧૦૦ દિવસની અંદર તાબા વિસ્તારમાં દારૂ જુગાર તેમજ ખંડણી ઉઘરાવી જાહેરમાં મારા મારી મિલકત સંબંધી બનીજ ચોરી તેમજ વીજ ચોરી સહિતના ગુના આચરતા અસામાજિક તત્વો ની યાદી બનાવી તેમની વિરુદ્ધ અસરકારક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એવો આદેશ આપ્યો હતો.
જેના અનુસંધાનમાં રાજ્યભરની પોલીસ દ્વારા પોતાના પાયા વિસ્તારમાં આવી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોની યાદી બનાવી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી આરંભી છે. દરમિયાન ખેડા જિલ્લા પોલીસ દ્વારા પણ રાજ્ય પોલીસ વડાના નડિયાદમાં અસામાજિક તત્વો સામે પોલીસ- પ્રસાશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મધ્ય ગુજરાત વીજ કંપની, પોલીસ અને મનપા દ્વારા કડક કાર્યવાહી અને વીજ ચોરીની તપાસ કરાઈ રહી છે. આ સાથે કુખ્યાત બુટલેગર માસૂમ મહિડાના ઘરે કાર્યવાહી કરાઈ છે, કાર્યવાહી દરમિયાન કુખ્યાત બુટલેઘર મહિડા પરિવાર ના ઘરે વીજ ચોરી પકડાઈ જેથી વીજ ચોરી ઝડપતા મીટર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પશ્ચિમ પોલીસની આગેવાનીમાં વીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી, 10 થી વધુ અસામાજિક તત્વો સામે કાર્યવાહી થી ફફડાટ વ્યાપી ગઈ છે. વધુમા શરીર સંબંધી અને પ્રોહિબિશનને લગતા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ સામે કાર્યવાહી થઈ રહી છે.
આ કાર્યવાહી દરમ્યાન એમજીવીસીએલના જુનીયર એન્જિનિયર દર્શનભાઈ પ્રજાપતિએ જણાવેલ કે, અસામાજીક તત્વોના ઘરે વિજજોડાણની કાર્યવાહી માટે પીઆઇ દ્વારા આદેશ અપાયેલ જેના અનુસંધાને કેટલાક અસામાજીક તત્વોના ઘરે વિજજોડાણની તપાસ હાથ ધરવામાં આવેલ, જેમાં ગુલાબસિંહ મહિડાના ઘરે તપાસ કરતા વિજ ચોરી બહાર આવેલ જેથી મીટર જપ્ત કરી એફઆઈઆર કરી ૧૩૫ ની કલમ હેઠળ દંડની કાર્યવાહી કરવામા આવશે.