રાજ્ય સરકારની માર્ગદર્શિકા આયોજન મુજબ સિહોર તાલુકામાં અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયેલ છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજે સિહોર તાલુકામાં ભોળાદમાં પ્રાથમિક શાળા, નેસડામાં કન્યાશાળા, કુમારશાળા તથા માધ્યમિક શાળા અને ઘાંઘળીમાં કેન્દ્રવર્તી પ્રતિક શાળામાં ઉત્સાહભેર આયોજન થયેલ.
સિહોર તાલુકા સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં ફરજ પરનાં મુખ્ય અધિકારી હેમાબેન મહેતા અને સંકલન અધિકારી મહેશદાન ગઢવી સાથે રીટાબેન શુક્લનાં નેતૃત્વ માર્ગદર્શનમાં આ ગામોની આંગણવાડી અને શાળાઓમાં બાળકોને હરખભેર પ્રવેશ આવકાર આપવામાં આવેલ.
આ ગામોમાં અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમોમાં સ્થાનિક આચાર્ય, શિક્ષક અને આંગણવાડી પરિવાર દ્વારા સંકલન રહ્યું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared