ખેડા જિલ્લામાં જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં સંભવિત જિલ્લા પંચાયત અને પ પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની છે. જેને લઈને જિલ્લાના રાજકીય પક્ષીએ પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. બે મહત્વના પક્ષ ભાજય અને કોંગ્રેસે તમામ તૈયારીઓ શરુકરી લેપી છે. જેથી જિલ્લામાં કડકડતી ઠંડીના ચમકારા વચ્ચે ગરમાવો આવી ગયો છે.
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ આગામી દિવસોમાં જામશે. જેમાં ખેડા જિલ્લા પંચાયત અને પ નગરપાલિકા ખેડા, ડાકોર, મહેમદાવાદ, મહુધા અને ચકલાસી તેમજ કઠલાલ અને કપડવંજ એમ બે તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે. સંભવિત જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં આ ચુંટણી યોજાઈ શકે છે. આ ચૂંટણી પહેલા જ જિલ્લાના બે મહત્વના પક્ષોએ સંગઠનને મજબુત કરી ચૂંટણીની તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે.