નર્મદા જિલ્લામાં આગામી તા.૩૧મી ઓક્ટોબરના રોજ એક્તાનગર ખાતેસરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ૩૦મી ઓકટોબરે નર્મદા મહાઆરતી દિપોત્સવ અને લોકાર્પણ-ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એક્તા પરેડ-૨૦૨૪, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ માર્ચપાસ્ટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
એકતાનગર ખાતે યોજાનાર આ બે દિવસીય કાર્યક્રમમાં નર્મદા જિલ્લાનાં વિવિધ વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નેશનલ હાઇવે-માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે પેચવર્ક મરામત અને મેટલવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગરૂડેશ્વરથી દેવલીયા, ક્રિષ્ના કાઢીયાવાડી હોટેલથી રાજપીપલાના રોડ-રસ્તાઓનુ પેચવર્ક અને મરામત૦ની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે.
તદ-ઉપરાંત જિલ્લામાં વરસાદથી ધોવાયેલા રોડ-રસ્તાઓનુ પણ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રસ્તાઓનું દુરસ્તીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. અન્ય માર્ગો પર ટીમ દ્વારા સતત પેચવર્ક અને મેટલવર્કની કામગીરી સઘન રીતે કરવામાં આવી રહી છે.