GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત “GRIP સમિટ 2024” માં સર ટી જનરલ હોસ્પિટલ , આર.ડી.ડી ઝોનના પ્રાદેશિક પ્રોગ્રામ કોઓર્ડિનેટર (RPC) , SHSRC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.એ.એમ.કાદરી અને તેમની ટીમે ભાગ લઈને ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગ નું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આરોગ્ય ક્ષેત્ર ના વિવિધ પાસાઓ ને લગતા 25 થી વધુ પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતા જેમાં ડૉ. મેહુલ ગોસાઈ ની “એનઆઈસીયુ માં નિયોનેટલ સેપ્સિસ (નવજાતશિશુ નો ગંભીર ચેપ) અને નવજાત શિશુ માં મૃત્યુદર નો દર ઘટાડવા માટે ની અસરકારક વ્યૂહરચના ઉપરની પ્રસ્તુતિ ને ” પેશન્ટ કેર કેટેગરી” માં ગુજરાતમાં બીજા ક્રમાંકે આવી “GRIP SUMMIT 2024” એવોર્ડ મેળવ્યો છે .
ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) ના મિશન ડિરેકટર રમ્યા મોહન મેડમ (IAS) ના હસ્તે આ એવોર્ડ ડો.મેહુલ ગોસાઈને એનાયત કરવામાં આવ્યો હતો . આ પ્રસંગે ડો. એ. એમ. કાદરી, ડો. નીલમ પટેલ, ડો. નયન જાની ની વિશેષ ઉપસ્થિતિ થી હતી . ડો.રાકેશ જોશી, ડો.બ્રહ્મભટ્ટ, ડો.દિપ્તી શાહ ની નિર્ણાયકો ની પેનલ દ્વારા પસંદગી થયેલ ડો.મેહુલ ગોસાઈ ને આ એવોર્ડ અને પ્રમાણપત્ર આપીને તેમના સરાહનીય પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા.
આ કોન્ફરન્સ માં ભાગ લેનાર આરોગ્ય વિભાગ ના તમામ કર્મીઓ દ્વારા આ પ્રસ્તુતિની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી , જે નવજાત શિશુ ની શ્રેષ્ઠ સારવાર અને સંભાળ માટે સર ટી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગની NICU ની ટીમના તમામ સભ્યો નું સમર્પણ અને કુશળતાને પ્રતિબિંબિત કરે છે તેમ ડો ગોસાઈ એ જણાવ્યું હતુ , વધુમાં જણાવતાં ડૉ ગોસાઈ એ કહ્યું આ સિદ્ધિ અમારા બાળ આરોગ્ય વિભાગ ખાતે કાર્યરત NICUની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા પ્રભાવશાળી કાર્યને દર્શાવે છે, તદુપરાંત અમને અમારી સર ટી. હોસ્પિટલ તેમજ સરકારી મેડિકલ કોલેજ અને ગુજરાત રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ માટે પણ ખૂબ ગર્વ લેવા જેવી વાત છે.