સુરત મહાનગરપાલિકાની સાડી વોકેથોન સિધ્ધિની વડા પ્રધાને નોંધ લઈ બિરદાવ્યાના ટુંકા ગાળામાં સુરતે વિશ્વ યોગ દિવસે વિશ્વ રેકોર્ડ કર્યો છે તેની પણ વડા પ્રધાને નોંધ લીધી છે. વિશ્વ યોગ દિવસે થયેલા વિશ્વ રેકોર્ડ અંગે ગુજરાતના ગૃહમંત્રીએ ટ્વીટર પર ટ્વીટ કરી હતી તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યા છે. ટુંકા ગાળામાં વડા પ્રધાને સુરતની બે સિધ્ધિની નોંધ લઈને અભિનંદન આપતા સુરતનો જુસ્સો વધ્યો છે.
Congratulations Surat! A remarkable feat. https://t.co/AM2yoWTZu1
— Narendra Modi (@narendramodi) June 21, 2023
થોડા સમય પહેલા સુરતની મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ભારતમાં પહેલીવાર સાડી વોકેથોન સુરતના આંગણે યોજાયું હતું. સુરતની આ ઇવેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગમી ગઈ હતી. કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના રેલ અને વસ્ત્ર મંત્રી દર્શના જરદોશે સુરતમાં થયેલી સાડી વોકેથોન માટે એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ટ્વીટથી સુરતમાં થયેલી સાડી વોકેથોન દેશભરમાં ફેમસ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ સાડી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે તેમ કહ્યું હતું.
આ સાડી વોકેથોનમાં મીની ભારતનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. ગુજરાતના જુદા જુદા પ્રાંતની સાડી પહેરીને મહિલાઓ વોકેથોન માટે આવ્યા હતા. આ વોકેથોનમાં સુરતી મહિલાઓ સાથે સુરતમાં રહેતા વિવિધ રાજ્ય ઉપરાંત અન્ય દેશની મહિલાઓએ પણ ભાગ લીધો હતો. સુરતની આ ઈવેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગમી ગઈ છે અને તેઓએ ટ્વીટર પર આ ઈવેન્ટને બિરદાવવા સાથે પ્રોત્સાહન પણ આપ્યું છે. વડાપ્રધાને કહ્યું છે, સાડી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે તેમની ટ્વીટ બાદ સુરત પાલિકાએ પણ વડાપ્રધાનનો આભાર માનતી ટ્વીટ કરી છે.
ત્યાર બાદ સુરતમાં 21 જુને વિશ્વ યોગ દિવસે એક સાથે એક જગ્યાએ 1.53 લાખ લોકોએ યોગ કરીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ સ્થાપિત કર્યું છે. આ કાર્યક્રમ અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય કક્ષાનો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’માં સુરતે એક જ જગ્યાએ યોગ સત્ર માટે સૌથી વધુ લોકો ભેગા થવાનો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આવા ટ્વીટ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્રેડિટ આપી હતી. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્વીટ પર રી ટ્વીટ કરીને સુરતને અભિનંદન આપ્યા હતા અને કહ્યું છે અભિનંદન સુરતને એક નોંધપાત્ર સિદ્ધિ બદલ.