નર્મદા જીલ્લા પોલીસ દ્વારા ” Say No to “DRUGS”, Yes to Life” ના સ્લોગન સાથે નર્મદા જીલ્લામાં નશીલા પદાર્થો અને માદક દ્રવ્યો વિરૂધ્ધ તા. ૨૬/૦૬/૨૦૨૪ થી તા. ૨૭/૦૬/૨૦૨૪ સુધી સાપ્તાહિક ઉજવણી કરી અલગ અલગ જન જાગૃતિના કાર્યક્મ કરવા બાબત.
ગઈ તા.૨૬/૦૬/૨૦૨૪ ના રોજ ઉજવવામાં આવેલ જેમા “International Day against Drug Abuse and illicit Trafficking” અંતર્ગત અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા. ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરા નાઓ દ્વારા સામાન્ય જનતાને માદક પદાર્થના ઉપયોગ તથા હેરાફેરી થી થતી આડ અસરો બાબતે વધુમાં વધુ જાગૃત કરવા તથા નશીલા પદાર્થ અને માદક દ્રવ્યની પ્રવૃતિની માહિતી પોલીસને મળે તે સારૂ ટોલ ફ્રી નંબર ૧૯૦૮ ની બહોળી પ્રસિધ્ધી માટે પ્રચાર- પ્રસાર કરવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને નર્મદા જીલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સ જેવા નશીલા પદાર્થો અને માદક દ્રવ્યો વિરૂધ્ધ નર્મદા જીલ્લાના નાગરીકોમાં જાગૃતિ આવે તે સારૂ તા.૨૬/૦૬/૨૦૨૪
થી 1 તા.૦૧/૦૭/૨૦૨૪ દરમ્યાન સતત એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમો યોજવવામાં આવેલ. જેમાં તા. ૨૬/૦૬/૨૦૨૪ ના રોજ એસ.ઓ.જી.નર્મદા દ્વારા પોલીસ અધિક્ષકની નર્મદા (રાજપીપલા) ની કચેરી થી સફેદ ટાવર થઈ કાળા ધોડા સર્કલ સુધી નાર્કોટીક્સ અંગે જન જાગૃતિ લાવવા પોલીસ અધિકારી/કર્મચારી, હોમગાર્ડ, જી.આર.ડી,ટ્રાફીક જવાનો નાઓ દ્વારા સાથે મળીને રેલી કાઢવવા આવેલ. તેમજ નર્મદા જીલ્લાનાં તમામ પો.સ્ટે. વિસ્તારોમાં પોલીસ દ્વારા નાર્કોટીક્સ અંગે જન જાગૃતિ લાવવા રેલીઓ કાઢવામાં આવેલ.
તા.૨૭/૦૭/૨૦૨૪ ના રોજ નર્મદા જીલ્લાનાં તમામ પો.સ્ટે. વિસ્તારોમાં * Say NO to “DRUGS* ના મથાળા વાળા સ્ટીકરો રીક્ષાઓ તથા GSRTC બસો ઉપર લગાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત સમગ્ર જીલ્લામાં કુલ-૩૦૦ રીક્ષાઓ અને ૧૦૦ બસો ઉપર સ્ટીકરો લગાડવાની કામગીરી કરવામાં આવેલ છે.
તા.૨૮/૦૬/૨૦૨૪ ના રોજ નર્મદા જીલ્લાનાં તમામ પો.સ્ટે. વિસ્તારોમાં * Say No to “DRUGS* ના મથાળા વાળા પેમ્પલેટસ કુલ-૨૫૦૦ તથા કુલ-૫૦૦ જેટલી કી-ચેઈનો વિતરણ સામાન્ય જનતામાં કરી કામગારી કરવામાં આવેલ છે.
તા.૨૯/૦૬/૨૦૨૪ ના રોજ નર્મદા જીલ્લાનાં તમામ પો.સ્ટે. વિસ્તારોમાં નાર્કોટીક્સ અંગેની માહિતીઆપતુ તથા તેનાથી થતા નુકશાનો તથા આવી અસામાજીક પ્રવૃતિ રોકવા ઉપાયો ની સમજ આપતી માહિતીવાળી કુલ-૫૦૦૦ થેલીઓનુ જાહેર સ્થળો/હાટ/બજારોમાં વિતરણ કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
તા.૩૦/૦૬/૨૦૨૪ ના રોજ નર્મદા જીલ્લાનાં તમામ પો.સ્ટે. વિસ્તારોમાં * Say NO to “DRUGS” ના મથાળા વાળા સ્ટીકરો મોટર સાયકલો (ટૂ વ્હિલર) તથા કારો ઉપર લગાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેઅંતર્ગત સમગ્ર જીલ્લામાં કુલ-૧૦૦૦ મોટર સાયકલો અને ૧૦૦૦ કારો ઉપર સ્ટીકરો લગાડવાની કામગીરી કરવામાં આવેલ છે.
તા.૦૧/૦૭/૨૦૨૪ના રોજ નર્મદા જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારો દ્વારા પો.સ્ટે. વિસ્તારોમાં આવેલ અલગ અલગ સ્કુલો/કોલેજોમાં તેમજ એસ.ઓ.જી.(સ્પેશીયલ ઓપરેશન ગૃપ) દ્વારા રાજપીપલા ખાતે આવેલ પ્રણવ સરસ્વતી મંદિર (સ્કૂલની) વિધાર્થિઓમાં નાર્કોટિક્સ જેવા નશીલા પદાર્થો અનેમાદક દ્રવ્યો બાબત અને તેનાથી થતી આડ અસરો નુકશાનની સંપુર્ણ રીતે માહિતી આપી જાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજવવામાં આવ્યો.
તેમજ તા.૨૬/૦૬/૨૦૨૪ થી તા.૦૧/૦૭/૨૦૨૪ દરમ્યાન જીલ્લાનાં તમામ પોલીસ કર્મચારીઓ નાઓએ પોતાના પોલીસ યુનિફોર્મ ઉપર * Say NO to “DRUGS” ના લોગો વાળો બેચ લગાડી ફરજ બજાવેલ છે અને સમગ્ર જીલ્લામાં તમામ પો.સ્ટે. વિસ્તાર્ને આવરી લેતા કુલ-૧૮ સ્થળોએ સામાન્ય વ્યક્તિઓને નજરે પડે એવા સ્થળોએ નશીલા પદાર્થોની આડ અસરો અને નુકસાની બાબતે ચેતવણી આપતા અલગ અલગ સાઈઝના બેનરો લગાડવામાં આવેલ.
આમ નર્મદા જીલ્લામાં ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા નાર્કોટીક્સ પદાર્થો નો ઉપયોગ થાય નહી અને યુવા ધન નશાના રવાડે ચઢે નહી તે સારૂ યુવાનો તથા લોકોમાં અલગ અલગ કાર્યક્રમો, સેમીનારો, રેલીઓ, બેનરો, પેમ્પેલ્ટ્સ વેહચણી કરી નશાની આડ અસરો અને તેનાથી બચવાના ઉપાયોનો બહોળો પ્રચાર-પ્રસાર કરી જન-જાગૃતી લાવવા નર્મદા જીલ્લા પોલીસ કટીબધ્ધ છે.