છેલ્લા લાંબા દિવસોથી ઉકળાટ અને બફારો અનુભવાતો હતો જે બાદ બુધવારે વહેલી સવારે વરસાદના અમી છાંટા પડ્યા હતા, જે બાદ સાજે વરસાદી જોરદાર ઝાપટું પડતા નડિયાદ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
બુધવારે અચાનક નડિયાદ શહેરમાં ઘનઘોર વાદળો એકાએક છવાયા હતા અને લગભગ 5 વાગ્યાના સુમારે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ શાળા છૂટવાના સમયે અને નોકરી પરથી ઘરે આવતા લોકો પલળી ગયા હતા.
જો કે ચાલુ સિઝનમાં લાંબા દિવસોના અંતરે વરસાદ પડતા નડિયાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ.