Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

બળેવના પવિત્ર દિવસે રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, ભાવનગર મેયરે આપી હાજરી

બળેવના પવિત્ર દિવસે રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, ભાવનગર મેયરે આપી હાજરી

બળેવ એટલે રક્ષાબંધનના પવિત્ર દિવસે રાજગોર કાઠી બ્રાહ્મણ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ ને ઈનામ તેમજ વિશિષ્ટ ઈનામો આપી બિરદાવવામાં આવ્યા હતા .

છેલ્લા ૩૫થી વધુ સમયથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજગોર કાઠી બ્રાહ્મણ સમાજે રામ વાડી ખાતે જ્ઞાતિના વિધર્થીઓને તેમના ભણતરમાં પામેલ સિદ્ધિઓ અને ગુણ પ્રમાણે ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા .
આ પ્રસંગે જ્ઞાતિના અગ્રણી જીતુભાઈ બોરીસાગરે જણવ્યું ઈનામ વિતરણ થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે અને આગળ વધવાની પ્રેરણા મળે છે , સાથે સાથે જ્ઞાતિનું સ્નેહમિલન યોજાય જાય છે જેને લઈને દરેકમાં હર્ષની લાગણી વધે છે .
આ પ્રસંગે ભાવનગર મેયર ભરતભાઈ બારડ, ભાજપ શહેર અધ્યક્ષ અને શિક્ષણ સમિતિ અધ્યક્ષે હાજરી આપી હતી .

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

બાઈટ : જીતુભાઈ બોરીસાગર

Filed under Bhavnagar

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.