રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને તીર્થસ્થાન ઋષિકેશમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ થયો છે.
ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવારથી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે, જેનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે.
સપ્તાહ પ્રારંભે ભાવિક શ્રોતાઓ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પોથીયાત્રામાં જોડાયાં હતાં.