ભારતીય અર્થતંત્રને ધ્યાનમાં રાખીને Reserve Bank of Indiaએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. અમેરિકા અને Iran વચ્ચેના સંઘર્ષને કારણે ઊભી થયેલી વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે.
#WATCH | RBI Governor Sanjay Malhotra says, "The Monetary Policy Committee met on 6th, 7th and briefly today in the morning to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the… https://t.co/2RCdmS3YEO pic.twitter.com/vrFlBCnX85
— ANI (@ANI) April 8, 2026
વૈશ્વિક તણાવ વચ્ચે સાવચેતી
RBIએ જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત હોવા છતાં વૈશ્વિક પરિસ્થિતિમાં અસ્થિરતા વધી રહી છે. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે આર્થિક જોખમો વધ્યા છે, જેને ધ્યાનમાં રાખીને વ્યાજ દરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લેવાયો છે.
RBI keeps repo rate unchanged at 5.25% in first policy of FY27 after ceasefire in West Asia conflict
Read @ANI Story| https://t.co/2dwvROpFpC#RBI #Reporate #WestAsiaConflict pic.twitter.com/VJRjHIJcJq
— ANI Digital (@ani_digital) April 8, 2026
FY27 માટે GDP વૃદ્ધિનો અંદાજ 6.9%
RBIએ ચાલુ નાણાકીય વર્ષ (FY27) માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.9% રાખ્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે:
- દેશમાં વપરાશ અને રોકાણ ક્ષમતા મજબૂત છે
- સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહ્યું છે
- ગ્રામિણ વિસ્તારોમાં માંગ વધી રહી છે
જો કે, પશ્ચિમ એશિયામાં તણાવ વધે તો આ અંદાજમાં ફેરફાર થવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
#WATCH | RBI Governor Sanjay Malhotra says, "… On the external front, merchandise exports could be adversely impacted by disruptions to key shipping routes, the concomitant rise in freight and insurance costs and lower global demand on account of the conflict. However,… pic.twitter.com/Eo29Ud46Id
— ANI (@ANI) April 8, 2026
મોંઘવારીનો અંદાજ 4.6%
RBI મુજબ વર્તમાન વર્ષ માટે મોંઘવારી દર 4.6% રહેવાની શક્યતા છે. બેંકનું મુખ્ય લક્ષ્ય મોંઘવારીને 4% આસપાસ જાળવી રાખવાનું છે. આ માટે જરૂરી નીતિગત પગલાં લેવામાં આવશે.
MSME ક્ષેત્રને રાહત
નાના અને મધ્યમ ઉદ્યોગોને (MSME) રાહત આપવા માટે RBIએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે:
- વિવિધ વ્યાપારી પ્લેટફોર્મ પર જોડાવા માટેની ‘ડ્યુ-ડિલિજન્સ’ પ્રક્રિયા હાલ માટે સ્થગિત
- વ્યવસાય માટે સરળતા અને ઝડપી વૃદ્ધિમાં મદદ
આ પગલાથી નાના ઉદ્યોગોને નાણાકીય અને કામગીરી સંબંધિત રાહત મળશે.
હોમ લોન પર શું અસર?
રેપો રેટમાં કોઈ ફેરફાર ન થતા:
- હોમ લોનની EMIમાં તાત્કાલિક કોઈ ફેરફાર નહીં
- રેપો રેટ સાથે જોડાયેલી લોન પર હાલના વ્યાજ દર જ લાગુ રહેશે
ભવિષ્યમાં જો મોંઘવારી નિયંત્રણમાં આવશે અને વૈશ્વિક તણાવ ઓછો થશે તો વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel