નડીઆદ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે ૭૭માં પ્રજાસત્તાક દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નડીઆદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બધીર બાળકો દ્વારા સાઇન લેંગ્વેજમાં કરવામાં આવેલું રાષ્ટ્રગાન રહ્યું હતું. બધીર બાળકો દ્વારા ભાવસભર હાવભાવ અને સંકેત ભાષા દ્વારા રાષ્ટ્રગાનની રજૂઆત કરવામાં આવતા રાષ્ટ્રીય એકતા, સમાનતા અને સર્વસમાવેશક સમાજનો સંદેશ સૌ સુધી પહોંચ્યો હતો. બાળકોની આ અનોખી અને પ્રેરણાદાયી રજૂઆતને ઉપસ્થિત મહાનુભાવોએ ઊભા રહી તાળીઓ વગાડી બિરદાવ્યા હતા.
આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ નડીઆદ મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વધુમાં મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ 10 ગામોમાં પણ સ્થાનિક શાળાના બાળકો, માજી પંચાયત સદસ્યો અને લોકોએ સાથે વિશાળ મેળાવડામાં હાજરી આપીને તમામ જૂની ગ્રામ પંચાયત બિલ્ડીંગોમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel