ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીની મતગણતરી સવારે 9:00 કલાકે 7 ઠેકાણે યોજાઈ હતી. આ મતગણતી દરમિયાન જેમ જેમ પરિણામો બહાર આવતા ગયા તેમ તેમ વિજય ઉમેદવારોના ટેકેદારો જીતને વધાવતા ગયા હતા. જિલ્લાની પાંચ નગરપાલિકામાંથી ચાર નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. જેથી ભાજપ છાવણીમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. જ્યારે ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષને સરખી બેઠક મળી હતી.જે બાદ ડાકોર નગરપાલિકાનું પરિણામ જાહેર થતાં ભાજપ ઉમેદવાર વિપુલભાઇની પેનલનો વિજય થયો ઉમેદવારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ, ખેડા જિલ્લાની મહેમદાવાદ ,ખેડા, ચકલાસી,મહુધા અને ખેડા શહેરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે.. આમ ગઈ વખતે ચૂંટણી કરતાં આ વખતે 40 જેટલી સીટો વધારે જીતીને જીત મેળવી છે. તે બાબતમાં જિલ્લા પ્રમુખ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી.
નોંધનીય છે કે, ચકલાસીમાં એક વિજય ઉમેદવારના ટેકેદારોએ ચલણી નોટો ઉછાળી હોવાની ચર્ચાઓ પણ જોર પકડી છે. બીજી તરફ મહેમદાવાદ મતગણતરી બહાર ગેલમાં આવેલા બે લોકોએ લોરેન્સ બીસનોઈના પોસ્ટર હાથમાં લઈને જીતને વધાવી હતી જે ચર્ચાનો વિષય બન્યો છે.