કેન્દ્ર સરકારે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર શરૂ કરી છે. માર્ગ પરિવહન મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, આ યોજના હેઠળ, પીડિત અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ માન્ય હોસ્પિટલમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકે છે. આ યોજના પાંચમી મે 2025થી અમલમાં આવી છે.
5 મેથી કેશલેસ સારવાર સેવા શરૂ
કેન્દ્ર સરકારની નોટિફિકેશન અનુસાર, માર્ગ અકસ્માતનો ભોગ બનેલાને તાત્કાલિક ધોરણે મફત સારવાર પ્રદાન કરવાના હેતુ સાથે કેશલેસ સેવા શરૂ કરવામાં આવી છે. આ યોજનાની જાહેરાત જાન્યુઆરી, 2025માં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. જેનો અમલ ગઈકાલે 5 મેથી શરૂ થયો છે. આ યોજના માટે નેશનલ હેલ્થ એસોસિએશન કેન્દ્રીય અમલીકરણ એજન્સી તરીકે કામ કરશે. તે રાજ્યની પોલીસ, હોસ્પિટલ્સ અને રાજ્યની સ્વાસ્થ્ય એજન્સીઓ સાથે મળીને કામ કરશે. નોંધનીય છે, ભારતમાં માર્ગ અકસ્માતમાં દરવર્ષે લગભગ 5 લાખ લોકોના મોત થાય છે. દરવર્ષે આશરે ચાર લાખ લોકો ગંભીર રૂપે ઘાયલ પણ થાય છે. જેમાં સૌથી વધુ નુકસાન ટુ-વ્હિલર્સ અને પગપાળા ચાલનારા લોકોને થાય છે.
જ્યારે કોઈ આતંકી હુમલો કે કુદરતી આપત્તિ થઈ હોય ત્યારે લોકો માટે સારવારની સુવિધા વિશે સ્પષ્ટ માહિતી જરૂરી છે.
કેશલેસ સારવાર ક્યાં મળશે?
-
નિયુક્ત કરાયેલી (એમ્પેનેલ્ડ) હોસ્પિટલોમાં
-
પૂરી સારવાર મફતમાં (કેશલેસ) મળશે.
-
દર્દીને કંઈ ચૂકવવાની જરૂર નહીં હોય.
-
-
ગાઈડલાઈનમાં ન આવતી (પસંદગી ન થયેલી) હોસ્પિટલોમાં
-
માત્ર સ્ટેબિલાઈઝેશન કેર મળશે — જેમ કે:
-
જીવનરક્ષક ઈજાઓનું તત્કાળ સારવાર
-
દર્દીની સ્થિતિ સ્થિર બનાવવી
-
-
ત્યાર બાદ, દર્દીને નિયુક્ત હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.
-
સ્ટેબિલાઈઝેશન કેરનો અર્થ શું છે?
આ એ સ્થિતિ છે જ્યાં પીડિત વ્યક્તિને તરત મૃત્યુ કે વધુ નુકસાનથી બચાવવા માટે તાત્કાલિક સારવાર આપવામાં આવે છે — જેમ કે:
-
લોહી ન જવાય એ માટે પટ્ટી કરવી
-
શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તો ઓક્સિજન આપવી
-
ઈમરજન્સી દવાઓ આપવી
-
કૉમ્પ્લિકેશન અટકાવવા માટે તાત્કાલિક પગલાં