દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે દિલ્હીમાં યોજાયેલી મુલાકાતે ભારત-ચીન સંબંધોમાં નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. આ બેઠક 24મી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાર્તા તરીકે ઓળખાઈ રહી છે, જેમાં બંને પક્ષોએ માત્ર સરહદ વિવાદ જ નહીં પરંતુ દ્વિપક્ષીય સહકારના વિસ્તૃત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અજિત ડોભાલે બેઠક દરમિયાન ભાર મૂક્યો કે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી એ બંને દેશો માટે પ્રથમ શરત છે, કારણ કે એ જ બાબત દ્વિપક્ષીય સંબંધોમાં “નવી ઉર્જા અને ગતિ” લાવી શકે છે. ડોભાલે જણાવ્યું કે હાલમાં સરહદ પર પરિસ્થિતિ સંતુલિત છે અને સતત સંવાદ દ્વારા સંબંધોમાં વધુ મજબૂતાઈ આવી રહી છે.
ચીન તરફથી વાંગ યીએ પણ આ વાતને સ્વીકારી હતી કે ગયા વર્ષના ઓક્ટોબરમાં કઝાનમાં પ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક દ્વિપક્ષીય સંબંધોમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. વાંગ યીએ કહ્યું કે તે બેઠક બાદ સરહદ પરના તણાવમાં ઘટાડો થયો છે અને વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશો છેલ્લા કેટલાંક વર્ષોથી જે પડકારોનો સામનો કરી રહ્યા છે, તેનો કોઈ ફાયદો ન થયો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને બંને દેશ સરહદ વિવાદના વ્યવહારુ ઉકેલો શોધવા વધુ સક્ષમ બન્યા છે.
#WATCH | दिल्ली: राष्ट्रीय सुरक्षा सलाहकार (NSA) अजीत डोवल ने हैदराबाद हाउस में चीनी विदेश मंत्री वांग यी से मुलाकात की। #WATCH #Delhi #AjitDoval #WangYi #HyderabadHouse
[ Ajit Doval, Wang Yi, Delhi, Hyderabad House, NSA ] pic.twitter.com/nrDSK9iaa7
— One India News (@oneindianewscom) August 19, 2025
આ ચર્ચામાં એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ હતો કે સરહદ પ્રબંધન મિકેનિઝમને વધુ મજબૂત બનાવવામાં આવશે જેથી કોઈ નવા તણાવ ઊભા ન થાય. સાથે જ નક્કી કરાયું કે આવતી કાલે 25મી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાર્તા ચીનમાં યોજાશે. આ સાથે જ બંને દેશોએ આર્થિક સહકાર, વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ, ઊર્જા સુરક્ષા અને જળવાયુ પરિવર્તન જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કર્યો.
ડોભાલે જણાવ્યું કે અમેરિકા દ્વારા અપનાવવામાં આવેલી કડક ટેરિફ નીતિઓને પગલે ભારતને તેની વ્યૂહાત્મક દિશામાં ફેરફાર કરવાની જરૂર પડી છે. તેથી જ ભારતે ચીન અને રશિયા જેવા દેશો સાથે વેપારી અને આર્થિક સંબંધો વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો છે. આ દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર 2025ના રોજ તિયાનજિન ખાતે યોજાનારા શાંઘાઈ સહકાર સંગઠન (SCO)ના શિખર સંમેલન માટે ચીનની મુલાકાત લેશે. આ મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોમાં વધુ ઊંડાણ લાવનાર એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
વિશ્લેષકો માને છે કે 2020ની ગલવાન ખીણની અથડામણ બાદ બંને દેશો વચ્ચે ઊભી થયેલી ખાઈને પાટા પર લાવવાનો આ એક મોટો પ્રયાસ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને દેશોએ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ પહેલ કરી છે, જેમ કે કૈલાસ-માનસરોવર યાત્રાની પુનઃશરૂઆત અને ભારત તરફથી ચીની નાગરિકો માટે પર્યટન વીઝાની મંજૂરી. આ બધું દર્શાવે છે કે ભારત અને ચીન હવે ભૂતકાળના તણાવમાંથી બહાર આવીને ભવિષ્યમાં સ્થિરતા અને સહકાર તરફ આગળ વધવા ઇચ્છે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel