કઠલાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નાણાકીય હિસાબ કિતાબ ની રજાઓ બાદ સોમવારથી અનાજની નિકાસ પ્રારંભ થતાં સમગ્ર કઠલાલ તાલુકાના ખેડૂતોને વેપારી ઓમાં એપ્રિલ અને મે માસમાં આવક થતા વેચાણ માટે ઉમટી પડેલ છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને સ્ટાફ મિત્રોના સહયોગથી તારીખ 30/ 3/ 2024 ના રોજથી શરૂઆત કરવામાં આવેલ હરાજી થી ખેડૂતોમાં અનન્ય લાગણી જોવા મળી રહેલ છે.
કઠલાલની મૃતપ્રાય: અવસ્થામાં ચાલતી સંસ્થા ફરી જીવંત હાલતમાં આવી ગઈ છે કારણ કે કઠલાલ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે ખેડૂત ઉત્પાદન માલની જાહેર હરાજી એટલે કે યાર્ડ સેલ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ખેડૂતોને પોતાની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે સાચું તોલ માપ મળી રહે તેમજ ખેડૂતો અને વેપારી વચ્ચે કોઈ વચેટીયા નહીં રહે અને વેચાણમાં કોઈ પણ જાતની કપાત કરવામાં આવશે નહીં જેથી કરી ખેડૂત મિત્રોને આર્થિક રીતે પણ ફાયદો થશે તેમ જ પોષણક્ષમ ભાવ મળવાથી તેમને ખેત ઉત્પાદનમાં મળેલ પાકનો પોષણ ભાવ મળતા આર્થિક રીતે સધ્ધરતા થશે ખેડૂતો ડાગર /ઘઉં /બાજરી/ ગવાર/ રઈ /સહિતના ખેતી પાકો કઠલાલ ખેતીવાડી બજાર સમિતિ ખાતે આવીને વેચી શકશે.
1 /4 /2024 ના રોજ હરાજીમાં ઘઉંનો ભાવ 455 /- પ્રતિ મણના ભાવે પીઠાઈ ગામના ભીખાભાઈ પટેલ ને મળેલ છે.
આમ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના સેક્રેટરી ઇન્દુબેન ના જણાવ્યા અનુસાર દરેક ખેડૂતો હરાજીમાં આવી માલ વેચવાનું રાખે તો તેઓને જરૂર આર્થિક ફાયદો થાય તેમ છે જેથી તેઓએ ખેડૂત મિત્રોને આ બાબતે ગંભીરતાથી નોધ લેવા અને હરાજીમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો, આમ સમિતિ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયથી સંસ્થાને પણ જરૂર ફાયદો થશે છેલ્લા કેટલાક સમયથી મૃતપ્રાય: અવસ્થામાં રહેલ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ફરીથી ધબકતી થશે અને ખેડૂતોમાં પણ આ બાબતે લાગણી જોવા મળી રહી છે.