click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા – મોરારિબાપુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા – મોરારિબાપુ
BhavnagarGujarat

‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા – મોરારિબાપુ

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં નાગરિક અભિવાદન સાથે યોજાયા વિવિધ ઉપક્રમો

Last updated: 2025/12/18 at 11:30 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાયાં આ પ્રસંગે મોરારિબાપુએ ‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા કરે છે, તેમ ઉદ્બોધન કર્યું.

ગોહિલવાડની સુપ્રસિધ્ધ સામાજિક કેળવણી સંસ્થા શિશુવિહારમાં મોરારિબાપુના અધ્યક્ષસ્થાને માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન સમારોહ યોજાઈ ગયો.

વિશિષ્ટ પ્રતિભા સન્માન અર્પણ કરતી વેળાએ માનભાઈ ભટ્ટ સ્મૃતિ વ્યાખ્યાન આપતાં મોરારિબાપુએ આ પ્રસંગ પંચામૃત જેવો ગણાવી, પાંચ અમૃત દ્રવ્યો સમાન ઉલ્લેખ કરી અહોભાવ વ્યક્ત કર્યો. મોરારિબાપુએ ‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા કરે છે. આ સંસ્થા દ્વારા સમાજમાંથી વીણી વીણીને કોઈ ભલામણ પત્રો વગર થતી વંદનાને બિરદાવી. મોરારિબાપુએ હળવી ટકોર સાથે પ્રારંભે કહ્યું કે, દેવ થવામાં નહીં દેવત્વ પામવાનું વિશેષ મહાત્મ્ય છે. અહીંયા સન્માનિતો દેવત્વ પામનારા પાંચ એટલે પંચામૃત સમાન છે.

આ પ્રસંગે મોરારિબાપુએ ગાંધીજી, વિનોબાજી, રવિશંકર મહારાજ, મનુભાઈ પંચોળી સાથે માનભાઈ ભટ્ટ વગેરેનું સ્મરણ કર્યું અને તેમને રામજી સહિત રામકથાના પાત્રોના સ્મરણ સાથે લોકદર્શન થઈE રહ્યાનો અહોભાવ વ્યક્ત કર્યો.

માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન પ્રવૃત્તિ વર્ષ ૩૫ અંતર્ગત મોરારિબાપુના અધ્યક્ષસ્થાને આ સમારોહમાં પાંચ વિશિષ્ટ પ્રતિભા વ્યક્તિઓ મનસુખભાઈ સુવાગિયા, જૂઈન દત્તા, અતુલભાઈ ઉનાગર, મમતાબેન પુરોહિત તથા તુલજાશંકર જોષીનાં સન્માન કરવામાં આવ્યાં.

કાર્યક્રમ પ્રારંભે સ્વાગત ઉદ્બોધનમાં સંસ્થાના વડા નાનકભાઈ ભટ્ટે આજ સુધીમાં ૧૧૭ જેટલી સન્માનિત વ્યક્તિઓ મૂડી ગણાવી સરદાર પટેલ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રસંગ સ્મૃતિનો ઉલ્લેખ કરી જન સહયોગ સાથે મુલ્ય શિક્ષણ માટે શિશુવિહાર કાર્યરત હોવાનું કહ્યું તેમજ મોરારિબાપુની મળતી હૂંફનો આનંદ વ્યક્ત કર્યો.

પ્રારંભે સ્વાતિબેન પારેખ દ્વારા સુંદર પ્રાર્થના ગાન પ્રસ્તુત થયું.

આ પ્રસંગે શિશુવિહારના રાજેન્દ્રભાઈ દવે અને ઈંદાબહેન ભટ્ટ દ્વારા મોરારિબાપુનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું.

સન્માનિત પ્રતિભાઓ દ્વારા પોતાના અહોભાવ સભર પ્રતિભાવમાં તેઓની પ્રવૃતિનો અણસાર પણ આપવામાં આવ્યો.

શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોએ તૈયાર કરેલાં ચિત્રો દ્વારા ‘વંદે માતરમ્ શતાબ્દી’ અને શ્રમનું ગૌરવ’ વિષય સાથેનું ભાતિગળ તારીખિયું નિર્માણ થયું, તે આ સમારોહમાં વિમોચન વિમોચન અને માર્ગદર્શકો અશોકભાઈ પટેલ તથા રમેશભાઈ ગોહિલ સાથે આ બાળ ચિત્રકારોનું અભિવાદન થયું.

આ સમારોહ દરમિયાન પ્રથમ શિશુવિહાર સંસ્થાનાં નવા તાલીમ ભવનનું ઉદ્ઘાટન મોરારિબાપુના હસ્તે થયું.

વિવિધ ઉપક્રમો સાથેના આ સમારોહ સંચાલનમાં છાયાબેન પારેખ રહ્યાં. આ પ્રસંગે જયંતભાઈ વાનાણીની વિશેષ ઉપસ્થિતિ રહી. સમારોહમાં નલીનભાઈ પંડિત, અરુણભાઈ દવે, હરિશ્ચંદ્રભાઈ જોષી, વિનોદભાઈ જોષી, સુભાષભાઈ ભટ્ટ, નેહલબેન ગઢવી સહિત મહાનુભાવો જોડાયાં હતાં.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Bhavnagar, Breaking news, CM Gujarat, gujarat, latest news, Moraribapu, moraribapu news, Narendra Modi, news channel in india, newschannelinindia, Nishesh, oneindianews, oneindianewsgujarat, Politics, Savishesh, Shesh, topnews, topnewschannelinindia, Vishesh, ભાવનગર, મોરારિબાપુ, મોરારિબાપુ રામકથા, મોરારિબાપુ વ્યાસપીઠ, શિશુવિહાર સંસ્થા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25,800 ની નીચે, મીશો 5% વધ્યો
Next Article કોલકાતાની ઝૂંપડપટ્ટીમાં આગ : ભાજપનો TMC પર આરોપ, બાંગ્લાદેશી ઘૂસણખોરોને નવા દસ્તાવેજો અપાવવાનું કાવતરું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?