click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં જય વસાવડા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં જય વસાવડા
BhavnagarGujarat

છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં જય વસાવડા

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં વાર્ષિકોત્સવ અને નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા

Last updated: 2025/12/19 at 11:42 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ વાર્ષિકોત્સવ સાથે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં વિચારક વક્તા જય વસાવડાએ છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં વિવિધ ઉદાહરણો પ્રસ્તુત કર્યા.

ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોજાયેલ વાર્ષિકોત્સવ પ્રસંગે અગ્રણીઓ, ભૂતપૂર્વ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા યોજાઈ ગઈ.

આ પ્રસંગે જાણીતા વિચારક વક્તા અને કટાર લેખક જય વસાવડાએ ‘જીવન જીવવાની કળા’ સંદર્ભે વ્યાખ્યાન આપતાં છોડવાની કળા, એટલે જેને છોડી શકતા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં વિવિધ ઉદાહરણો પ્રસ્તુત કર્યા અને જીવન પરિવર્તનનો પ્રવાહ હોવાનું ઉમેર્યું. જય વસાવડાએ પ્રકૃતિથી દૂર થતાં થયેલાં દુષ્પ્રભાવનો વસવસો પણ વ્યક્ત કર્યો.

જીવન જીવવાની કળા મૂળથી શરૂ થતી હોય છે, પછી ફળ, ફૂલ, ડાળી વગેરે તેના આધારે હોવાનું સમજાવ્યું. ઉપનિષદ સહિત પ્રાચીન અર્વાચીન સંદર્ભો સાથે ગુણ નહી ગુણવત્તાની કેળવણી જે જીવનની કેળવણી હોવાનું અને તે લોકભારતીમાં અપાઈ રહ્યાનું ગૌરવ સાથે જણાવ્યું.

વિદ્યાર્થીઓ સંદર્ભે છાત્રાલય જીવનનો ઉદ્દેશ્ય સંસ્થા સ્થાપકોને વધુ સમય સાથે રહેવાનો હોવાનું કહ્યું. તેઓએ સફળતા સાથે જ સંઘર્ષ તેમજ હારતાં પણ શીખવા ભાર મૂક્યો. પોતાની ટીકા કે ટકોર પણ સાંભળવા ગાંધીજીના જીવન સાથે વર્તમાન મોરારિબાપુની જીવનીનો ઉલ્લેખ કર્યો.

બીજા સત્રમાં જય વસાવડાએ ‘મરે છે, ધીરે ધીરે…’ કાવ્ય ભાવ પ્રસ્તુત કર્યું. તેઓએ વ્યાખ્યાન સાથે આખો માણસ જોવા, અડધાથી મૂલ્યાંકન ન કરવા શીખ આપી. તેમણે જીવનને ચાહવા તેમજ કેટલીક અધૂરપ પણ મજાની ગણાવી.

સાહિત્ય, ઈતિહાસ, ચિત્રપટ, સાંપ્રત વગેરે વિષયોનાં ઉલ્લેખ સાથે જય વસાવડાએ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી સંવાદની પણ રમઝટ બોલાવી, તાળીઓના ગડગડાટ ઝીલ્યાં.

લોકભારતીના વડા અરુણભાઈ દવેએ આવકાર પરિચય સાથે કાર્યક્રમ ભૂમિકા રજૂ કરેલ અને સંસ્થાની સ્થાપના સંસ્કાર સાથે જીવન શૈલી બદલવાનો જણાવી નાનાભાઈ ભટ્ટ દ્વારા ભાવનગરમાં દક્ષિણામૂર્તિ છાત્રાલય પ્રારંભ કરી ભાવનગર મહારાજા સાથેના પ્રસંગો વર્ણવી સણોસરા, આંબલા તથા મણાર સંસ્થા અને માઇધાર સંસ્થા સુધીની યાત્રા વર્ણવી. આ સાથે લોકભારતી સ્થૂળ સંસ્થા નહી વિચાર હોવાનું અને આજે તે વૈશ્વિક બન્યાનો હરખ જણાવ્યો. વક્તા જય વસાવડાએ ખોજી અને મોજી ગણાવ્યાં.

વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થા પરિવાર દ્વારા વર્ષ ભરની પ્રવૃત્તિ અને પ્રગતિ સંદર્ભે હસમુખભાઈ દેવમુરારીએ વાર્ષિક નિવેદન પ્રસ્તુત કરેલ.

આ પ્રસંગે આવેલ સંદેશાઓનું વાચન કાંતિભાઈ ગોઠીએ કર્યું.

વાર્ષિકોત્સવ અને વ્યાખ્યાન પહેલા સત્રનું સંચાલન વિશાલ ભાદાણીએ સાંભળ્યું. બીજા સત્રમાં નીતિન ભીંગરાડિયા સંચાલનમાં રહ્યાં.

લોકભારતીના આ સમારોહ પ્રસંગમાં સંગીત વૃંદ દ્વારા સુંદર પ્રાર્થના અને ગીતગાન પ્રસ્તુત થયાં.

આ વાર્ષિકોત્સવ વ્યાખ્યાન ઉપક્રમ પ્રસંગે રાજેન્દ્રભાઈ ખીમાણીએ આભારવિધિ કરી હતી.

વાર્ષિકોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રાત્રે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારની તૈયારી : નેવી 75% અને સેના-વાયુસેના 50% અગ્નિવીરોને કાયમી રાખવા પર વિચાર

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

TAGGED: @india, Bhavnagar, Bhavnagar collector, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, india news, Jai Vasavada, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા, લોકભારતી, લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, વાર્ષિકોત્સવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 19, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દેશમાં 5000થી વધુ શાળાઓ ‘શૂન્ય’ વિદ્યાર્થીવાળી, 70% તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં
Next Article બાંગ્લાદેશમાં હિંસક ભીડના ત્રાસ વચ્ચે ભારતને બે વિઝા સેન્ટરને બંધ કરવાની ફરજ પડી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારની તૈયારી : નેવી 75% અને સેના-વાયુસેના 50% અગ્નિવીરોને કાયમી રાખવા પર વિચાર
Gujarat જુલાઇ 6, 2026
ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?