ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્રમાં વિધાન પરિષદને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજનનું વર્ણન કરતાં કહ્યું કે, આ એવું આયોજન હતું, જેને લાંબા સમય સુધી દુનિયા યાદ રાખશે.’ વિપક્ષ પર પ્રહાર કરતાં યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘અમુક પાર્ટીઓ આનાથી સંમત નથી અને મહાકુંભને લઈને ખોટી અફવાઓ ફેલાવી રહી હતી. તેમ છતાં લોકોની આસ્થા ડગી નહીં. દેશ-વિદેશથી આવનારા લોકોએ મહાકુંભના ખુલ્લા દિલથી વખાણ કર્યા છે.’
સનાતનની સામાજિક શિસ્તની પ્રશંસા થઈ રહી છેઃ યોગી
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ’45 દિવસના આયોજનમાં મહાકુંભની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. આ મહાકુંભમાં એક પણ લૂટની ઘટના નથી બની. કોઈ અપહરણ નથી થયું. આ સનાતનના સામાજિક શિસ્તનો પ્રભાવ છે. જે કહે છે કે, અહીં જાતિવાદ અને ક્ષેત્રવાદની કોઈ જગ્યા નથી.’
#WATCH | Lucknow: On Samajwadi party MLA Abu Azmi's statement on Aurangzeb, which he later withdrew, UP CM Yogi Adityanath says, " Remove that person from (Samajwadi) party and send him to UP, we will do his treatment. The person who feels ashamed about the heritage of… pic.twitter.com/SHXClYoyaz
— ANI (@ANI) March 5, 2025