click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમેરિકાની કૅથલિક સ્કૂલમાં ગોળીબાર, હુમલાખોરનાં બંદૂક અને મૅગેઝિન પર લખ્યું હતું– ‘માશાલ્લાહ’ અને ‘ન્યૂક ઇન્ડિયા’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમેરિકાની કૅથલિક સ્કૂલમાં ગોળીબાર, હુમલાખોરનાં બંદૂક અને મૅગેઝિન પર લખ્યું હતું– ‘માશાલ્લાહ’ અને ‘ન્યૂક ઇન્ડિયા’
Gujarat

અમેરિકાની કૅથલિક સ્કૂલમાં ગોળીબાર, હુમલાખોરનાં બંદૂક અને મૅગેઝિન પર લખ્યું હતું– ‘માશાલ્લાહ’ અને ‘ન્યૂક ઇન્ડિયા’

અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસમાં એક કૅથલિક સ્કૂલમાં ગોળીબારની ઘટનામાં 2 બાળકોનાં મોત થયાં છે, જ્યારે 17 વ્યક્તિઓને ઈજા પહોંચી છે.

Last updated: 2025/08/28 at 1:30 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસ શહેરમાં આવેલી એક કેથલિક સ્કૂલમાં થયેલી ગોળીબારની ઘટના સમગ્ર દેશમાં ચોંકાવનારી સાબિત થઈ છે. આ હુમલામાં બે નાના બાળકો – એક 8 વર્ષીય અને એક 10 વર્ષીય –નાં મોત થયા છે, જ્યારે 17થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના સમયે સ્કૂલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તુરંત જ પોલીસ, SWAT ટીમ અને ઇમર્જન્સી સેવાઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘાયલોમાંથી બેની સ્થિતિ હાલ ગંભીર હોવાનું પોલીસએ જણાવ્યું છે.

We have confirmation that the shooter at Annunciation Catholic School in Minneapolis, MN was a 23 year-old man, claiming to be transgender.

This deranged monster targeted our most vulnerable: young children praying in their first morning Mass of the school year. This deeply sick…

— Secretary Kristi Noem (@Sec_Noem) August 27, 2025

પોલીસ તપાસ અનુસાર, આ હુમલો રોબિન વેસ્ટમેન નામના 23 વર્ષીય યુવક દ્વારા કરવામાં આવ્યો હતો. વેસ્ટમેન સ્કૂલમાં રાઇફલ, શૉટગન અને પિસ્તોલ જેવા હથિયારો સાથે પ્રવેશ્યો અને અંદાધુંધ ગોળીબાર કર્યો. બાદમાં તે સ્કૂલની પાર્કિંગ લોટમાં મૃત હાલતમાં મળી આવ્યો, અને પ્રાથમિક અંદાજ મુજબ તેણે પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી દીધી. આથી સમગ્ર ઘટના માત્ર થોડા જ સમયમાં સમાપ્ત થઈ ગઈ, પરંતુ તેના કારણે નિર્દોષ બાળકો અને શિક્ષકો પર દુઃખદ અસર પડી.

તપાસ દરમિયાન પોલીસે વેસ્ટમેનના હથિયારો અને મૅગેઝિન્સ પરથી ચોંકાવનારા પુરાવા મેળવ્યા છે. તેના હથિયારો પર અનેક રાજકીય અને ધાર્મિક સૂત્રો લખાયેલા હતા. તેની રાઇફલ પર અરબી શબ્દ ‘માશાલ્લાહ’ લખાયેલું હતું, જ્યારે એક મૅગેઝિન પર ‘ન્યૂક ઇન્ડિયા’ લખાયું હતું. અન્ય મૅગેઝિન્સ પર પણ ઉશ્કેરણીજનક અને ઘૃણાસ્પદ સૂત્રો લખેલા હતા, જેમ કે – ‘કિલ ડોનાલ્ડ ટ્રમ્પ’, ‘કિલ ટ્રમ્પ નાઉ’ અને ‘ઇઝરાયેલ મસ્ટ ફૉલ’. આ લખાણોથી સ્પષ્ટ થાય છે કે હુમલાખોર માત્ર હિંસક વલણ ધરાવતો જ નહોતો, પરંતુ તે ભારતવિરોધી અને ઇઝરાયેલવિરોધી વિચારો સાથે પણ પ્રેરિત હતો.

Minnesota shooter had “Mashallah” and “Nuke India” written on his gun.

He also wrote “Israel Must Fall”.

Clearly influenced by anti-Indian and Anti-Jewish Islamic propaganda.

Not really a shocker to see a person like this living in Ilhan Omar’s district kill Catholics.… pic.twitter.com/e8decaVYCl

— Laura Loomer (@LauraLoomer) August 27, 2025

આ ઉપરાંત, પોલીસે તેની યુટ્યુબ ચેનલ પરથી બે વીડિયો પણ જપ્ત કર્યા છે. એમાંના એક 10 મિનિટના વીડિયોમાં વેસ્ટમેનને હથિયારો, લોડેડ મૅગેઝિન અને ગોળીઓ બતાવતા જોવા મળે છે. વીડિયોની સામગ્રી પરથી અનુમાન થાય છે કે તેણે આ હુમલાની આગોતરી તૈયારી કરી હતી અને પોતાની વિચારધારાને પ્રદર્શિત કરવા માટે તેને સોશિયલ મીડિયા પર મુકવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાએ માત્ર અમેરિકન સમાજને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધો છે. સ્કૂલમાં નાના બાળકોને નિશાન બનાવવાની ઘટના માનવતાને શરમજનક બનાવે છે. હાલમાં પોલીસ અને ફેડરલ એજન્સીઓ આ ઘટનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે હુમલાખોર કોઈ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનથી પ્રેરિત હતો કે તેણે પોતાની જ માનસિક અસ્વસ્થતાના કારણે આ હિંસક પગલું ભર્યું.

મિનિયાપોલિસના આ હુમલાથી ફરી એકવાર અમેરિકામાં ગન કંટ્રોલ અને સ્કૂલ સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા તેજ થઈ છે. સ્થાનિક સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો સરકારને કડક પગલાં ભરવા માગી રહ્યા છે જેથી આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ટાળી શકાય.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત

TAGGED: @india, america, America - India, america government, Catholic school, CM Gujarat, guajrti news, gujarat, gujaratinews, internationalnews, oneindianews, pm modi, Shooting at Catholic school, topnews, topnewschannelinindia, અમેરિકા, અમેરિકા-ભારત, કૅથલિક સ્કૂલ, ગોળીબાર, મિનિયાપોલિસ, મિનેસોટા, રોબિન વેસ્ટમેન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article AAP ધારાસભ્ય ચૈતર વસાવા : જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી અટકી
Next Article ‘વિશ્વ વિદ્યા સમિતિ’ ગઠન થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા મૂકેશ પંડિત નિમણૂંક પામ્યાં

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026
સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026
પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?