તીર્થસ્થાન જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ. સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો ભાવિકોને લાભ મળ્યો.
ઐતિહાસિક તીર્થસ્થાન જગન્નાથપુરીધામમાં ભક્તિભાવ સાથે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ, જેમાં કથા પ્રસંગ શ્રવણ સાથે ઉત્સવ ઉજવણીમાં સૌ શ્રોતા ભાવિકો ઉત્સાહભેર જોડાયાં હતાં.
સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા રવિવાર તા.૨૨થી શનિવાર તા.૨૮ દરમિયાન થયેલ આ ભાગવત કથા આયોજનનો અને દર્શન યાત્રાનો લાભ ભાવિકોને મળ્યો.