click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડાના ત્રાજ ગામમાં રહેણાંક પ્રોજેક્ટને લઈ વિવાદ, ગ્રામજનોએ અશાંતધારો લાગુ કરવાની કરી માંગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડાના ત્રાજ ગામમાં રહેણાંક પ્રોજેક્ટને લઈ વિવાદ, ગ્રામજનોએ અશાંતધારો લાગુ કરવાની કરી માંગ
GujaratKheda

ખેડાના ત્રાજ ગામમાં રહેણાંક પ્રોજેક્ટને લઈ વિવાદ, ગ્રામજનોએ અશાંતધારો લાગુ કરવાની કરી માંગ

ખેડા જિલ્લાના ત્રાજ ગામમાં લઘુમતી સમુદાય માટેના રહેણાંક પ્રોજેક્ટને લઈને વિવાદ ઊભો થયો છે. ગ્રામજનોએ અશાંતધારો લાગુ કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી.

Last updated: 2026/03/14 at 11:09 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

ખેડાના માતર તાલુકામાં આવેલા ત્રાજ ગામમાં લઘુમતી સમુદાય માટે બનાવાઈ રહેલા એક મોટા રહેણાંક પ્રોજેક્ટને લઈને વિવાદ ઉભો થયો છે. ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સમગ્ર વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરી છે.

Contents
ચોક્કસ સમુદાય માટે પ્રોજેક્ટ હોવાનો આરોપગામના ઇતિહાસનો ઉલ્લેખબહારથી આવતા લોકો અંગે શંકામંદિર પાસે આગની ઘટના

ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામની સીમામાં ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરીને 200 થી 300 મકાનોની સોસાયટી બનાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે, જેના કારણે ભવિષ્યમાં ગામની વસ્તી રચનામાં મોટો ફેરફાર થઈ શકે છે.

ચોક્કસ સમુદાય માટે પ્રોજેક્ટ હોવાનો આરોપ

રજુઆતમાં ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે આ પ્રોજેક્ટ અમજદખાન જુનેદખાન પઠાણ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. ‘અમ્બર કોર્ટયાર્ડ કમિંગ સૂન’ અને ‘એક સપના અપની જમીન અપના આશિયાના’ જેવી યોજનાઓ હેઠળ ચોક્કસ સમુદાય માટે પ્લોટિંગ અને મકાનો બનાવવામાં આવી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

સ્થાનિકોના મતે આ પ્રકારના મોટા પાયે બાંધકામ અને બહારથી આવતા લોકોના વસવાટને કારણે ગામમાં સામાજિક સંતુલન બગડવાની ભીતિ છે. ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી લોકો વસવાટ કરવા આવી શકે છે, જેના સામે સ્થાનિકોએ વાંધો વ્યક્ત કર્યો છે.

ગામના ઇતિહાસનો ઉલ્લેખ

ગ્રામજનોએ પોતાના આવેદનમાં ગામના ઇતિહાસનો પણ ઉલ્લેખ કર્યો છે. છેલ્લા 25 વર્ષથી રથયાત્રા અને જન્માષ્ટમી જેવા તહેવારો દરમિયાન ગામમાં પોલીસ બંદોબસ્ત રાખવો પડે છે, જે સરકારી નોંધમાં પણ છે.

હાલમાં ગામમાં બંને કોમ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણ છે, પરંતુ જો બહારથી મોટી સંખ્યામાં નવા લોકો વસવાટ કરશે તો સામાજિક તણાવ ઊભો થવાની શક્યતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. તેથી મામલતદાર પાસેથી યોગ્ય રિપોર્ટ મેળવીને કોઈ નવી પરવાનગી અથવા જમીન હેતુફેર અટકાવવાની માંગ કરવામાં આવી છે.

બહારથી આવતા લોકો અંગે શંકા

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલી ડિમોલિશન બાદ કેટલાક શંકાસ્પદ વસાહતીઓ અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી શકે છે.

આ કારણે ગામમાં અજાણ્યા તત્વો આવીને વસવાટ કરશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક અને માન્ય ઓળખપત્ર ધરાવતા લઘુમતી સમુદાયના લોકો સામે તેમને કોઈ વિરોધ નથી, પરંતુ બહારથી આવતા અજાણ્યા લોકો અંગે ચિંતા છે. આ મુદ્દો માત્ર ત્રાજ ગામ પૂરતો સીમિત નથી. ગરમાલા ગામમાં પણ સમાન પ્રકારની સ્થિતિ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

અહીં ‘આશિયાના રેસિડેન્સી’ નામના પ્રોજેક્ટ દ્વારા બહુમતી વિસ્તારમાં ચોક્કસ સમુદાયના લોકો વસવાટ કરવા આવી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કેટલાક ગ્રામજનોએ ભવિષ્યમાં સામાજિક તણાવ અને અન્ય ઘટનાઓ બનવાની ભીતિ વ્યક્ત કરી છે.

તાજેતરમાં ગરમાળા ગામમાં બનેલી એક હિંસક ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગામના લોકોના જણાવ્યા મુજબ અમદાવાદ થી આવેલા કેટલાક લોકો દ્વારા સ્થાનિક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે માતર પોલીસ સ્ટેશન માં કલમ 307 હેઠળ ગુનો નોંધાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનાને કારણે આસપાસના ગામો જેમ કે ત્રાજ, કોશીયલ, પીપરીયા, માછીયેલ અને ખડીયારાપુરા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

મંદિર પાસે આગની ઘટના

બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મહામંત્રીએ આક્ષેપ કર્યો છે કે ભલાડા નજીક એક પૌરાણિક મંદિર પાસે કેટલાક દિવસોથી અસામાજિક તત્વો ભેગા થતા હતા.

ગતરાત્રે આ મંદિરમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી છે કે ત્યાં બેઠેલા તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે. નોંધનીય છે કે નજીક આવેલી મજારને કોઈ નુકસાન થયું નથી.

આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર ઉપરાંત વડાપ્રધાન, મુખ્યમંત્રી, જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય સંસ્થાઓને પણ રજૂઆતની નકલ મોકલી છે. સમગ્ર મામલે માતર તાલુકામાં આવી કોઈ પણ નવી પ્લોટિંગ સ્કીમને મંજૂરી ન આપવી અને વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવો તેવી માંગ કરવામાં આવી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Aashiyana Residency Garmala, ahmedabad news, Amber Courtyard Project Traj, Breaking news, CM Gujarat, gujarat, Gujarat news, Gujarat Village Dispute News, Gujarat Village Housing Controversy, gujarati news, Housing Project Controversy, Kheda, kheda collector, Kheda District Local News, kheda news, Kheda Police, latest news, localnewsingujarat, Matar taluka, Matar Taluka Housing Project Controversy, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, top news, top news channel, topnews, topnewschannelinindia, Traj Village, Traj Village Kheda News, Village Dispute, Vishva Hindu Parishad, અમદાવાદ સમાચાર, અશાંતધારો લાગુ, ખેડા, ખેડા - નડીયાદ, ખેડા સમાચાર, ગામ વિવાદ, ગુજરાત સમાચાર, ગ્રામજનો, ત્રાજ ગામ, માતર તાલુકા, રહેણાંક પ્રોજેક્ટ, લઘુમતી સમુદાય, વિશ્વ હિન્દુ પરિષદ, હાઉસિંગ પ્રોજેક્ટ વિવાદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 14, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈરાન તણાવ વધતા અમેરિકાનું મોટું પગલું, મિડલ ઈસ્ટ તરફ 2500 મરીન કમાન્ડો મોકલ્યા
Next Article UPમાં ગૌ-તસ્કરી સામે કડક કાર્યવાહી : 35 હજારથી વધુ ધરપકડ, ₹83 કરોડની સંપત્તિ જપ્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?