મહિલા સભાસદોએ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિત્રાર્થ કરવાની દિશામાં કામગીરી કરવા પ્રતિજ્ઞા લીધી.
નવા ભારતના નિર્માણનો સંપૂર્ણ દારોમદાર ખેડૂતો, પશુપાલકો, ઉદ્યોગ સાહસિકો, યુવાઓ અને મહિલાઓ પર છે. આ વર્ગોને સશક્ત બનાવવા બોટમ અપ ડેવલપમેન્ટ અપ્રોચને અનુસરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જીએસટી સુધારાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ૨૨ સપ્ટેમ્બરથી તેનું સફળ અમલીકરણ લાગુ કરી દેવામાં આવ્યું છે. જીએસટી સુધારાથી ઉદ્યોગ, ધંધા અને રોજગારને નવી ગતિ મળશે. અને આ રીતે સહકારથી સમૃદ્ધિ ઊભી થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અલગ સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે અને વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
ત્યારે ભારત સરકાર અને વડાપ્રધાનની આ જન ઉત્કર્ષની નીતિઓને બિરદાવતા કપડવંજ તાલુકાના શેલગઢ દૂધ ઉત્પાદક મંડળીના સભાસદ બહેનોએ સહકારીતા ક્ષેત્રે સકારાત્મક નીતિ નિર્ણયો બદલ નરેન્દ્રભાઈ મોદીને ટપાલ લખીને આભાર વ્યક્ત કર્યો હતો. તથા સૌ મહિલા સભાસદોએ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિત્રાર્થ કરવાની દિશામાં કામગીરી કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
૧૦૦ જેટલી સભાસદ બહેનોએ સાથે મળીને નરેન્દ્રભાઈ મોદીને ટપાલ લખી હતી, જેમાં જીએસટી સુધારા, સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર ભારત, સહકારથી સમૃદ્ધિ, પ્રાકૃતિક ખેતી સહિતના વિષયોના સફળ અમલીકરણ બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.
શેલગઢ દૂધ ઉત્પાદક મંડળીના સભાસદ બહેનોએ જણાવ્યું હતું કે જીએસટી સુધારાને લીધે દૂધના ભાવ ઘટ્યા છે અને જેનાથી લોકોની ખરીદ શક્તિ વધુ બનતા દૂધ ઉત્પાદનને વેગ મળશે. જેનો સીધો લાભ દૂધ મંડળીના સભ્યોને મળશે.
સભાસદ મીનાબેન પટેલે જણાવ્યું હતી કે તેમની શેલગઢ દૂધ ઉત્પાદક મંડળીમાં સોલર પેનલ લગાવી છે. જેનાથી, વીજ બીલમાં બચત થઈ છે. વધુ એક સભાસદ બહેન જાગૃતિ પટેલે ઉમેર્યું હતું કે આજે તેમને ખાતર અને બિયારણની ખરીદી સુલભ બની છે જેનાથી ખેતીમાં પણ ફાયદો થયો છે. દીનાબેન ચાવડાએ કહ્યું હતું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા યોજનાકીય લાભ સરળતાથી અને ઘરે બેઠા પોતાના બેંક ખાતામાં જ જમા થાય છે. આ તમામ બાબતોથી મહિલાઓ વધુ આત્મનિર્ભર બની છે.
શેલગઢ દૂધ ઉત્પાદક મંડળીમાં હાલ ૫૦૦ જેટલા સભાસદો છે જે તમામ દ્વારા વડાપ્રધાનશ્રીને ટપાલ લખવાનું આયોજન છે. આ દૂધ મંડળીમાં પ્રતિ દિન ૪૦૦૦ લિટર જેટલું દૂધ જમા કરવામાં આવે છે. આ રીતે ગામની આર્થિક સમૃદ્ધિમાં આ દૂધ મંડળી અમૂલ્ય યોગદાન છે.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel