શ્રી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના પવિત્ર અજવાળે, શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે નવરાત્રી ઉત્સવ – 2025 નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ ઉત્સવ પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી તથા સંત શ્રી સત્યદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ સંપન્ન થયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ભક્તિભાવનો વિકાસ કરવો તેમજ સમાજના દરેક વર્ગને સાંસ્કૃતિક મિલન માટે એક મંચ પ્રદાન કરવો રહ્યો હતો.
આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા સાયબર ક્રાઇમ ટીમ, સંતો, શાળાના એકેડેમિક ડિરેક્ટર પ્રણવ દેસાઈ, શાળા મેનેજમેન્ટ ટીમના સભ્યો, કેળવણી મંડળના પ્રતિનિધિઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગરબા મહોત્સવ સાથે, આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ પણ યોજાયો હતો. વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકગણને જાગૃત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઉત્સવને વધુ રોમાંચક બનાવવા માટે બેસ્ટ એકશન, બેસ્ટ ડ્રેસિંગ તથા બેસ્ટ કપલ જેવા ઈનામો આપીને બાળકો, વાલીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓને ઇનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે એક વિશેષ પાઠ્યપુસ્તક “Indian Knowledge Systems in Education” નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ રીતે, શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ પરિવાર તરફથી આયોજિત નવરાત્રી ઉત્સવ – 2025 માં સૌએ ભક્તિ, સંસ્કાર અને સાંસ્કૃતિક આનંદનો પરિપૂર્ણ લાભ લીધો હતો.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel