અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે ૧૯૪૯ થી આજ દિન સુધી રાષ્ટ્રહિત અને છાત્ર હીત માટે લડતું આવ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 6 ડિસેમ્બર સામાજિક સમરસતા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના પરીનિર્વાણ દિવસ ની ઉજવણી બાસુંદીવાલા સ્કૂલમાં વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રાંત છાત્રા પ્રમુખ લેફ્ટનન્ટ દુહિતાબેન લખતરિયા વિશેષ ઉપસ્થિત તેમજ વક્તા રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને સમાજ સિવાય દરેક ક્ષેત્રમાં કઈ રીતે સમરસ ભાવ તેમજ રાષ્ટ્રહિત માટે શું કરવું અને શું કરી શકાય તે માટે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં 350 થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.