વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સારા સંબંધ છે. પીએમ મોદીને વિદેશ દ્વારા એનાયત થયેલો આ 22મો પુરસ્કાર છે.
It is a matter of immense pride for me to be conferred the 'Sri Lanka Mitra Vibhushana' by President Dissanayake today. This honour is not mine alone – it is a tribute to the 1.4 billion people of India. It symbolises the deep-rooted friendship and historic ties between the… pic.twitter.com/UBQyTMoJ27
— Narendra Modi (@narendramodi) April 5, 2025
140 કરોડ ભારતીયોનું સન્માન
જે બાદ પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્ર પ્રમુખ અનુરા દિસાનાયકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. તેમણે કહ્યું, આજે રાષ્ટ્રતિ દિસાનાયકે દ્વારા શ્રીલંકા મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા તે ગૌરવની વાત છે. આ માત્ર ભારતનું જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાનું સન્માન છે. ભારતે શ્રીલંકા સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉભું છે.
શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમાર દિસાનાયકે કહ્યું, ભારત અને શ્રીલંકા વચ્ચે ખૂબ ઊંડો સંબંધ છે. બંને દેશો વચ્ચે ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધ છે અને લાંબા સમયથી આ સંબંધ ચાલ્યો આવે છે. અમારા સંબંધો પરસ્પર સન્માન મૂલ્યો અને સમાન હિતો પર આધારિત છે.
#WATCH | कोलंबो: श्रीलंका के राष्ट्रपति अनुरा कुमारा दिसानायके ने प्रधानमंत्री नरेंद्र मोदी को मित्र विभूषण पुरस्कार से सम्मानित किया।@narendramodi #NarendraModi #modigovt #PMModi #SriLanka@anuradisanayake pic.twitter.com/jhUaIDTiRT
— One India News (@oneindianewscom) April 5, 2025
ગુજરાતનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ જૂના આધ્યાત્મિક અને સ્નેહપૂર્ણ સંબંધો છે. મને તમને જણાવતા આનંદ થાય છે કે 1960માં ગુજરાતના અરવલ્લીમાં મળેલા ભગવાન બુદ્ધના અવશેષોને જાહેર દર્શન માટે શ્રીલંકા મોકલવામાં આવી રહ્યા છે. ભારત ત્રિંકોમાલીમાં તિરુકોણેશ્વરમ મંદિરના જીર્ણોદ્ધારમાં મદદ કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવના પર આધારિત છે.