ખેડા જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યરત ડૉ. એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, નડિયાદ ખાતે હવે દરરોજ નિઃશુલ્ક ન્યુરોલોજિસ્ટ (મગજ અને નસોના રોગોના નિષ્ણાત)ની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. હોસ્પિટલમાં અગાઉથી ઉપલબ્ધ વિવિધ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓમાં આ નવી સુવિધાનો ઉમેરો થતા દર્દીઓને વધુ ઝડપી અને ગુણવત્તાસભર સારવારનો લાભ મળશે.
દર્દીઓની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ન્યુરોલોજિસ્ટની ઓપીડી હવે અઠવાડિયાના તમામ કાર્યદિવસોમાં ઉપલબ્ધ રહેશે. જેમાં એડલ્ટ ન્યુરોલોજિસ્ટની સેવા સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવારના રોજ ઉપલબ્ધ રહેશે, જ્યારે પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટની સેવા બુધવાર અને શનિવારના રોજ ઉપલબ્ધ રહેશે. આ આયોજનથી બાળકો તેમજ પુખ્ત વયના દર્દીઓને નિર્ધારિત દિવસ મુજબ નિષ્ણાત ડૉક્ટરોની સારવાર સરળતાથી મળી શકશે.
હોસ્પિટલમાં એપિલેપ્સી (વાઈ/આંચકી), સ્ટ્રોક, માથાનો દુખાવો, પાર્કિન્સન્સ રોગ, નસોના વિવિધ રોગો તેમજ બાળકોમાં થતી ન્યુરોલોજીકલ સમસ્યાઓ માટે નિદાન, સારવાર અને ફોલો-અપની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
ડૉ. એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા ખેડા જિલ્લાના નાગરિકોને આ નિઃશુલ્ક ન્યુરોલોજી સેવાનો વધુમાં વધુ લાભ લેવા અને જરૂરિયાતમંદ દર્દીઓને આ માહિતી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel