Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

latest news

4,367 stories

અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ

અમદાવાદમાં આજે સવારે AMTS બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોલા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં 19મી જાન્યુઆરીની સવારે અચાનક બસમાં આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગના કારણે આસપાસ ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા, જેને…

· 2 min read

નસવાડીની રામાપ્રસાદી શાળામાં ‘રામરાજ્ય’: 53 બાળકો રઝળ્યા, ‘ગુલ્લીબાજ’ શિક્ષક બે દિવસથી ગાયબ

ગુજરાત સરકાર શિક્ષણ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હકીકત કંઈક જુદી જ દેખાઈ રહી છે. નસવાડી તાલુકાની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં છેલ્લા બે દિવસથી એકમાત્ર શિક્ષક ગેરહાજર રહેતા 53 બાળકોનું ભવિષ્ય અંધારામાં મુકાયું…

· 3 min read

અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ફિલ્મી ઢબે ચોરીની ઘટનાને અંજામ આપનાર 19 વર્ષીય યુવકને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. જ્વેલર્સની દુકાનમાં આધુનિક લોકિંગ સિસ્ટમ અને મજબૂત શટર હોવા છતાં, તેને અડ્યા વગર પાછળની દીવાલ તોડી ચોરી કરવામાં આવી હતી. પોલીસે…

· 2 min read

મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર

વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં શનિવારથી કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ સર્જાવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 17 અને 18 જાન્યુઆરી દરમિયાન બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ–2026’નું ભવ્ય…

· 3 min read

પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ

પંજાબમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બઠિંડા ખાતે ગુરથાડી ગામ નજીક શનિવારે વહેલી સવારે એક ફોર્ચ્યુનર કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ગુજરાતના બનાસકાંઠાના પાંચ મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ…

· 2 min read

આધુનિક ગોકુળિયા ગામનો પર્યાય બનેલાં પર્વ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ રાષ્ટ્ર માટે નમૂનો

આધુનિક ગોકુળિયા ગામનો પર્યાય બનેલાં પર્વ 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ' રાષ્ટ્ર માટે નમૂનો બની ગયો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યોજાયેલ ઉત્સવના સમાપનમાં રંગદર્શી સામૈયા સાથે 'જોહો' વડા શ્રીધર વેમ્બુ જોડાયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અને આત્મનિર્ભર અભિગમ મુજબ ગુજરાતનું…

· 3 min read

રાજકોટ આટકોટ દુષ્કર્મ કેસ: 45 દિવસમાં ફાંસીની સજા, ઝડપી ન્યાયનું ઉદાહરણ

રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના અત્યંત હૃદયદ્રાવક કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કર્યા બાદ માત્ર 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ઘરપકડના 34 દિવસમાં આરોપીને દોષિત જાહેર…

· 3 min read

ભાજપમાં ઐતિહાસિક પરિવર્તન: નિતિન નવીન બનશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026 એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાવાનો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. ડિસેમ્બર 2025થી કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા નિતિન નવીન હવે પૂર્ણકાલીન અધ્યક્ષ…

· 3 min read

46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું

અંધારું દૂર થશે, સૂરજ ઉગશે, કમળ ખીલશે—46 વર્ષ પહેલા મુંબઈમાં અરબ સાગરના કિનારે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરેલી આ ભવિષ્યવાણી આજે મહારાષ્ટ્રના રાજકારણમાં અક્ષરશઃ સાચી ઠરતી દેખાઈ રહી છે. મહારાષ્ટ્રની 29 નગર નિગમોની ચૂંટણીમાં…

· 3 min read

મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધાવી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રજી ફડણવીસ અને સાથી પક્ષોની કામગીરી પર સમર્થન દર્શાવી પ્રચંડ જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કરતા પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ જનતાએ કોંગ્રેસ અને ઉદ્વવ સેનાની નકારાત્મક રાજનીતિને નકારી…

· 2 min read