Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

latest news

4,365 stories

ભારે વરસાદ વચ્ચે આ ટાપુની માટી, કિનારો અને નહેર… બધું જ લાલ રંગે રંગાઈ ગયું

ઈરાનના હોર્મુઝ દ્વીપ પર ભારે વરસાદ બાદ એક અદ્ભુત અને થોડીક ડરામણી લાગતી પ્રાકૃતિક ઘટના સામે આવી છે, જેમાં દ્વીપના વિશ્વપ્રસિદ્ધ રેડ બીચ પર વરસાદનું પાણી અને દરિયાના મોજા ઘાટા લાલ રંગના થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા…

· 3 min read

સિડની હુમલા પર ટ્રમ્પનો સંદેશ : ‘કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદ સામે તમામ દેશો એકજુટ થાય’

ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક અને ભાવસભર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. યહૂદી હનુક્કાહ પર્વ દરમિયાન ઇસ્લામી આતંકવાદીઓ દ્વારા કરાયેલા અંધાધૂંધ ગોળીબારમાં 15 નિર્દોષ લોકોનાં મોત થતાં સમગ્ર વિશ્વમાં ચિંતા અને…

· 2 min read

ગુજરાત સરકારે રાજ્યભરમાં રોલિંગ પેપર્સ અને સ્મોકિંગ કોનના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતમાં વધતા જતા નશાના વલણને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર (Rolling Paper), ગોગો સ્મોકિંગ કોન (Gogo Smoking Cone) અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ…

· 2 min read

પૃથ્વીરાજ ચવ્હાણના વિવાદાસ્પદ નિવેદન પર બવાલ, ભાજપનો પ્રહાર : ‘સેનાનો અપમાન એ જ કોંગ્રેસની ઓળખ’

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ‘ઑપરેશન સિંદૂર’ને લઈને આપેલા નિવેદનોથી દેશની રાજનીતિમાં ભારે વિવાદ સર્જાયો છે. પુણેમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચવ્હાણે દાવો કર્યો હતો કે આ ઑપરેશનના પ્રથમ જ દિવસે ભારતને હારનો સામનો કરવો…

· 3 min read

‘લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત…’, ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની ઇથિયોપિયા મુલાકાતના બીજા દિવસે ત્યાંની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં ભારત અને ઇથિયોપિયા વચ્ચેના ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને લોકશાહી સંબંધોને ભાવસભર શબ્દોમાં રેખાંકિત કર્યા હતા. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે ઇથિયોપિયાને પ્રેમપૂર્વક ‘સિંહોની ધરતી’ કહીને સંબોધી હતી…

· 2 min read

અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, કેટલીક સ્કૂલોમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની…

· 2 min read

ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય : 7 ‘ગરીબ’ દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 16 ડિસેમ્બર, 2025ના રોજ એક ચોંકાવનારો અને વિવાદાસ્પદ નિર્ણય લેતા રાષ્ટ્રીય સુરક્ષા અને વિઝા વેટિંગ પ્રક્રિયામાં રહેલી ખામીઓનો હવાલો આપી અમેરિકામાં પ્રવેશ પર લાગેલા યાત્રા પ્રતિબંધોનો વિસ્તાર કર્યો છે. આ નિર્ણય તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન અમલમાં…

· 3 min read

ઇથોપિયાના ‘ગ્રેટ ઓનર’ પુરસ્કારથી સન્માનિત થયા પીએમ મોદી

16 ડિસેમ્બરની સાંજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. આબી અહેમદ અલી દ્વારા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘નિશાન ઑફ ઇથોપિયા’થી સન્માનિત કરવામાં આવ્યા, જે ભારત-ઇથોપિયા સંબંધોના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે. આ…

· 3 min read

અમદાવાદની 8 સ્કૂલોમાં બોમ્બ મૂકાયાની ધમકી, બાળકોને ઘરે રવાના કરાયા

અમદાવાદમાં શાળાઓને લઈને ફરી એકવાર બોમ્બ ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે શહેરના શિક્ષણ તંત્રમાં અને વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. આજે સવારે અંદાજે 8:33 વાગ્યે અમદાવાદની ઝેબર સ્કૂલ (થલતેજ), મહારાજા અગ્રસેન સ્કૂલ (ગુરુકુળ રોડ), DAV ઈન્ટરનેશનલ…

· 2 min read

શિશુવિહાર સંસ્થા ભાવનગર દ્વારા બાળકોનાં ચિત્રો સાથે તારીખિયું થયું નિર્માણ

ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોનાં ચિત્રો સાથે ભાતિગળ તારીખિયું નિર્માણ થયું છે. મોરારિબાપુના હસ્તે વિમોચન અને અભિવાદન થશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સમાજ સેવા કરતી સંસ્થા શિશુવિહાર દ્વારા બુધવારે મોરારિબાપુની ઉપસ્થિતિમાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાનાર છે. માનભાઈ ભટ્ટ સ્થાપિત શિશુવિહાર…

· 2 min read