Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

latest news

4,358 stories

સેન્સેક્સ 190 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25150ની નીચે, HDFC બેંક બોનસ, ડિવિડન્ડ પર કરશે વિચાર

વિશ્વના આર્થિક બજારમાં હાલની અસ્થિરતાને કારણે રોકાણકારો અને વેપારીઓ માટે અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો છે. યુએસ ડોલર ઇન્ડેક્સ 98.5ના સ્તર પરથી વધુ ઊંચે જતા ધાતુઓમાં ઘટાડો નોંધાયો છે. COMEX પર સોનું \$3350 ની નીચે લોટી ગયું છે અને ચાંદીના ભાવ…

· 2 min read

સાત વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકનાર હત્યારો પિતા ઝડપાયો

ખેડા જિલ્લાના કપડવંજમાં પુત્ર મોહમાં અંધ બનેલા કળયુગી પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારવાનો મામલામાં આતરસુંબા પોલીસે ફરીયાદ નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી હતી. કઠલાલ તાલુકાના માલવણ ગામના વિજય સોલંકી નામના પિતાએ ૭ વર્ષની પોતાની…

· 1 min read

તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે ‘U’ આકારમાં હશે બેઠક વ્યવસ્થા

તમિલનાડુ સરકારે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંવાદને વધુ અર્થસભર બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને નવો નિર્ણય લીધો છે. પરંપરાગત રીતે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પંક્તિબદ્ધ રીતે એકબીજાની પાછળ બેસતા હતા, જેને કારણે પાછળ બેઠેલા વિદ્યાર્થીઓને શિક્ષક સાથે…

· 3 min read

ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરિફિકેશન, રદ્દ કરવામાં આવશે આ લોકોના કાર્ડ

મૃત વ્યક્તિના આધારકાર્ડનો દુરુપયોગ ન થાય અને આધાર ડેટામાં ચોકસાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તમામ રાજ્યોના સચિવોને પત્ર લખી સૂચના આપવામાં આવી છે કે, 100…

· 3 min read

સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે. મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામકથા ગાન થઈ રહ્યું છે, ત્યારે શનિવાર તા.૧૯થી રવિવાર તા.૨૭ દરમિયાન સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ભાવિક શ્રોતાઓને લાભ…

· 1 min read

વિશ્વ કૌશલ્ય દિવસ નિમિત્તે ITI જીતનગર ખાતે “મેરા યુવા ભારત નર્મદા” દ્વારા યુવાઓમાં આત્મનિર્ભરતાનો સંદેશો કેળવાય તે માટે ઉજવણી કરાઈ

યુવાનોમાં કૌશલ્યનાં મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી "મેરા યુવા ભારત – નર્મદા" દ્વારા આજરોજ ITI જીતનગર ખાતે વિશ્વ કૌશલ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાઓમાં નિપુણતાના માધ્યમથી આત્મનિર્ભર બનવાની ભાવના જગાવવાની સાથે દેશના વિકાસમાં તેમની…

· 2 min read

ડ્રેગન કેપ્સૂલમાંથી બહાર નીકળ્યા શુભાંશુ શુક્લા, 18 દિવસ બાદ ધરતી પર પગ મૂક્યો

15 જુલાઈએ બપોરે 3:00 વાગ્યે એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની 18 દિવસની યાત્રા પછી પૃથ્વી પર પાછા ફર્યા. આ તેમની પહેલી અવકાશ યાત્રા હતી, જે એક્સિઓમ મિશન 4 (એક્સ-4)…

· 2 min read

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિદેશ મંત્રી એસ જયશંકરની મુલાકાત, આપ્યો પીએમ મોદીનો મેસેજ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોમવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક દરમિયાન બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી. SCO…

· 2 min read

‘યુદ્ધ રોકો… નહિ તો લગાવીશ 100% ટેરિફ’ : રશિયાને અમેરિકાની ધમકી, 50 દિવસનો આપ્યો સમય

જગત જમાદાર તરીકે જાણીતા અમેરિકા અને તેના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. 14 જુલાઈના રોજ ટ્રમ્પે NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટ સાથેની બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં રશિયાને ચીમકી આપી હતી કે જો આગામી 50 દિવસમાં યુક્રેન સામે…

· 2 min read

114 વર્ષની વયે વિશ્વપ્રસિદ્ધ દોડવીર ફૌજા સિંઘનું અવસાન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

વિશ્વના સૌથી વયોવૃદ્ધ મેરથોન રનર તરીકે જાણીતા ફૌજા સિંઘનું 114 વર્ષની વયે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, ફૌજા સિંઘ પોતાના ઘરની બહાર નિયમિત ચાલવા નીકળ્યા હતા ત્યારે અચાનક એક વાહનણે તેમને ટક્કર મારી હતી. ટક્કર…

· 2 min read