Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

latest news

4,358 stories

BAT-BMS એપ પર સરકારની કાર્યવાહી, ઈ-રિક્ષા રિમોટથી બંધ થવાના દાવા બાદ એપ સ્ટોર પરથી હટાવવાનો આદેશ

ચીન સાથે જોડાયેલી BAT-BMS એપને લઈને ઉઠેલા સુરક્ષા સંબંધિત ગંભીર સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા અહેવાલો મુજબ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે BAT-BMS સહિત કેટલીક બેટરી મેનેજમેન્ટ એપ્લિકેશનોને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી…

· 6 min read

વૈશ્વિક વૈજ્ઞાનિક રજિસ્ટ્રીમાં ડૉ. પ્રણવ મહેતાનું સ્થાન વિશ્વના ટોચના 5 ટકા વૈજ્ઞાનિકોમાં સમાવેશ

ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ. પ્રણવ આર. મહેતાએ આંતરરાષ્ટ્રીય સંશોધન ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. SciRank Global દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરવામાં આવેલી વૈશ્વિક વૈજ્ઞાનિક રજિસ્ટ્રીમાં ડૉ. મહેતાનો વિશ્વના ટોચના 5 ટકા…

· 3 min read

ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણના આરોપમાં 8 આતંકીઓ ઝડપાયા

ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાના આરોપમાં 8 શંકાસ્પદોની ધરપકડ કરી છે. ATSને મળેલી ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ ટીમો બનાવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તમામ આરોપીઓની સઘન…

· 4 min read

અમદાવાદ માટે ₹12,315 કરોડનો લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન, શહેર બહાર ટ્રાન્સપોર્ટ નગર અને લોજિસ્ટિક પાર્ક બનશે

અમદાવાદ શહેરમાં વધી રહેલા માલસામાન પરિવહન, ટ્રાફિક ભીડ અને પ્રદૂષણના પડકારોને ધ્યાનમાં રાખીને ‘અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. ભારત સરકારની નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી અને PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ આ પ્લાન હેઠળ વર્ષ 2047 સુધીમાં…

· 6 min read

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન સુરક્ષિત સાઇબર સ્પેસ’: 45 લાખ લોકોને સાઇબર સુરક્ષાની ટ્રેનિંગ, મહિલાઓ-બાળકો પર ખાસ ફોકસ

ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકોને ઓનલાઇન ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે રાજ્યવ્યાપી ‘ઓપરેશન સુરક્ષિત સાઇબર સ્પેસ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સાઇબર ફ્રોડ, સાઇબર સ્ટોકિંગ, ડીપફેક, ફેક પ્રોફાઇલ, ઓનલાઇન બ્લેકમેઇલિંગ અને ડિજિટલ છેતરપિંડી અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં…

· 6 min read

ગુજરાતમાં મેઘતાંડવ : 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, નવસારીના ચીખલીમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 8 ઇંચ વરસાદ

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ આશરે 13 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર…

· 7 min read

ઉત્તરાખંડમાં મદરેસા બોર્ડ સમાપ્ત, તમામ લઘુમતી શાળાઓ માટે નવી USAME ઓથોરિટી લાગુ

ઉત્તરાખંડ સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં મોટો બદલાવ કરતાં વર્ષોથી કાર્યરત મદરેસા શિક્ષણ બોર્ડને સમાપ્ત કરી દીધું છે. 1 જુલાઈ, 2026થી રાજ્યમાં નવી લઘુમતી શિક્ષણ વ્યવસ્થા અમલમાં આવી છે. આ સાથે ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જેણે કાનૂની રીતે મદરેસા…

· 6 min read

WhatsApp Username Feature પર કેન્દ્ર સરકાર સતર્ક : મેટાને નોટિસ, ભારતમાં રૉલઆઉટ રોકવા સૂચના

વોટ્સએપના નવા ‘યુઝરનેમ’ ફીચરને લઈને કેન્દ્ર સરકાર અને મેટા વચ્ચે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ મેટા તેની મેસેજિંગ એપ્લિકેશન WhatsApp માટે યુઝરનેમ ફીચર લાવવાની તૈયારીમાં છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારે ઓનલાઇન ફ્રોડ, ફિશિંગ અને ડિજિટલ એરેસ્ટ જેવી છેતરપિંડીની…

· 5 min read

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતનું નિવેદન, મુક્તાનંદ સ્વામીનો વળતો પ્રહાર

દેશમાં જ્ઞાનવાપી, સંભલ અને અન્ય ધાર્મિક સ્થળોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે એક પોડકાસ્ટ દરમિયાન ભરૂચ જામા મસ્જિદનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યાં 600થી…

· 6 min read

ચૈતર વસાવા અને AAPની ‘ભીલ રાષ્ટ્ર’ની માંગ સામે વિવાદ, રાષ્ટ્રની અખંડિતતા પર સવાલ

ગુજરાતના રાજકારણમાં હાલમાં આદિવાસી હકો, અલગ રાજ્ય અને કથિત ‘ભીલ રાષ્ટ્ર’ના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની રાજકીય લાઇનને લઈને રાષ્ટ્રવાદી સંગઠનો અને વિરોધી પક્ષોમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે.…

· 5 min read