સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ધમાકેદાર આવક : જળસપાટી 126.79 મીટરે પહોંચી, ખેડૂતો અને કરોડો નાગરિકોને મોટી રાહત
ગુજરાતની જીવનદોરી ગણાતા નર્મદા ડેમમાં ચોમાસાની શરૂઆત સાથે જ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસી રહેલા સારા વરસાદના કારણે ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર…










