સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો
ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો અત્યંત આક્રમક રીતે ઉઠાવ્યો હતો. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે વિશ્વમાં આતંકવાદ ફેલાવવા માટે તે દેશ સૌથી મોટો જવાબદાર છે.…










