૧૯૨૫થી શરૂ થયેલ સંઘ યાત્રા આજે શતાબ્દી વર્ષથી નજીક પહોંચી ગઈ છે. વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. સંઘ સંપૂર્ણ સમાજને સાથે લઈને ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવાના લક્ષ્ય પર કાર્યરત છે, એ જ પ્રયાસના ભાગરૂપે તાપી હુંકાર જિલ્લા એકત્રીકરણનું આયોજન કરવામાં આવ્યું છે.
તાપી જિલ્લાના તમામ ગામોમાંથી અંદાજિત 2000 થી પણ વધારે સ્વયંસેવકો જોડાશે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રભક્તિ જાગૃત થાય અને એના માધ્યમથી યુવાનો પોતાના ગામમાં સેવા કાર્ય તથા સમાજ કાર્ય કરીને સંગઠિત રહે અને રાષ્ટ્ર કાર્યમાં યોગદાન આપે.
આ એકત્રીકરણ તાપીના વ્યારા નગર ખાતે સયાજી મેદાનમાં 4થી ફેબ્રુઆરી રવિવારના દિવસે થશે, સવારે 9 વાગે બધા સ્વયંસેવકો જિલ્લામાંથી આવશે, ત્યારબાદ અભ્યાસ વર્ગ યોજાશે અને ત્યાર પછી બપોરે 02:00 વાગ્યે વ્યારા નગરમાં પથ સંચલન પ્રસ્થાન થશે અને જાહેર કાર્યક્રમ 03:50 એ શરૂ થશે. પથ સંચલન દરમ્યાન નગરમાં બહેનો દ્વારા સ્વાગત પણ કરવામાં આવશે અને મુખ્ય અતિથિઓ દ્વારા આ પથ સંચાલન નિહાળવામાં પણ આવશે.
તાપી જિલ્લામાં આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમ વખત જવા થઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમને લઈને સંચાલકો દ્વારા તાળા માર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં તાપી જિલ્લા માંથી મોટી સંખ્યામાં યુવાનો જોડાશે અને વ્યારા નગરના લોકો પણ મોટી સખ્યામાં સાર્વજનિક કાર્યક્રમમાં પધારે એવું આહવાન કરવામાં આવ્યું છે.
રિપોર્ટર-વિકાસ શાહ(તાપી)