પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં સ્થિત સ્થાનિક પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો છે. શુક્રવારે આ આ હુમલામાં ઓછામાં ઓછા 3 પોલીસ કર્મચારીઓના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ત્રણ દિવસ પહેલા જ આ વિસ્તારમાં એક મોટો આતંકી હુમલો થયો હતો, જેમાં 23 જવાનના મોત થયા હતા. જે પોલીસ લાઈન પર આ હુમલો થયો છે, તે ખેબર પખ્તૂનખ્વાના ટેન્ક જિલ્લામાં સ્થિત છે. તેની સાથે સાથે એક ચેકપોસ્ટ પર પણ આતંકી હુમલાની સૂચના છે, જેમાં બે લોકોના મોત થયા છે.
પીટીઆઈ મુજબ પાકિસ્તાની અખબાર ડોને ટેન્ક જિલ્લા પોલીસ અધિકારી ઈફ્તિખાર શાહના હવાલાથી બતાવ્યું છે કે આ હુમલો તે સમયે થયો, જ્યારે એક આતંકીએ પોતાની જાતને આત્મઘાતી બોમ્બથી ઉડાવી લીધો. અધિકારીએ કહ્યું કે આ હુમલો મોટો થઈ શકતો હતો, વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અને આતંકવાદીઓ હોવાનું એલર્ટ જાહેર કરી પોલીસ લાઈનમાં તમામ ટીમને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ લાઈનમાં હુમલાની જવાબદારી એક નવા આતંકવાદી સંગઠન ‘અંસારૂલ જિહાદે’ લીધી છે. હાલમાં પોલીસ અન્ય આંતકીઓની શોધ કરી રહી છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હુમલામાં ઘાયલ પોલીસકર્મીઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
3 દિવસ પહેલા પણ થયો હતો મોટો આતંકી હુમલો
3 દિવસ પહેલા મંગળવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં એક મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 23 સૈનિકોના મોત થયા હતા અને 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. જેના હુમલાની જવાબદારી તહરીક એ જિહાદ પાકિસ્તાને લીધી હતી. તહરીક એ જિહાદ એક નવું આતંકવાદી સંગઠન છે. જે પાકિસ્તાનમાં પ્રતિબંધિત તહરીક એ તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલુ છે.
4 નવેમ્બરે એરબેસ પર થયો હતો હુમલો
4 નવેમ્બરે ટીજેપી આતંકવાદીઓએ લાહોરથી લગભગ 300 કિલોમીટર દુર પાકિસ્તાન વાયુસેનાના મિયાંવાલી ટ્રેનિંગ એરબેસ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બેસ પર ઉભેલા 3 ફાઈટર વિમાનને નુકસાન થયુ હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તામાં ઘણા આતંકવાદી હુમલા જોવા મળી ચૂક્યા છે. મોટાભાગના હુમલામાં પાકિસ્તાનના સૈન્ય સ્થળોને નિશાનો બનાવવામાં આવ્યા છે.