ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર તે ક્રિકેટરના મૃત્યુ સાથે જોડાયેલા છે, જેના રન આઉટથી ટેસ્ટ મેચ ટાઈ થઈ ગઈ હતી. અને, તે મેચ ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ટાઈ ટેસ્ટ બની હતી. અમે વાત કરી રહ્યા છીએ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન જો સોલોમનની જેમણે 93 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા.
જો સોલોમનનો એક થ્રો અને મેચ ટાઈ
93 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહેનાર સોલોમનનું ભારતના કાનપુર શહેર સાથે ખાસ કનેક્શન હતું. આ સિવાય જો સોલોમનનું ઈતિહાસની પહેલી મેચ જે ટાઈ થઈ હતી તેની સાથ પણ ખાસ કનેક્શન ધરાવે છે. વર્ષ 1960માં ઓસ્ટ્રેલિયાના ગાબામાં વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી હતી. આ મેચમાં સોલોમને સ્ક્વેર લેગમાંથી થ્રો કરીને બોલ સાથે સ્ટમ્પ ઉડાવી દીધા હતા અને વિનિંગ રન માટે દોડી રહેલો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઈયાન મેકકીફ રનઆઉટ થયો હતો. પરિણામ એ આવ્યું કે દુનિયાએ પહેલીવાર ટેસ્ટ મેચ ટાઈ થતી જોઈ હતી.
Joe Solomon, West Indian hero of the tied Test, has died at 93. I'll always remember sitting in his house in Queens, New York, interviewing Joe about his life. He was a lovely, quiet, introspective man. There are few pieces I'm prouder to have written.https://t.co/nebZXfoZpN
— Brydon Coverdale (@brydoncoverdale) December 9, 2023
સોલોમનનું કાનપુર કનેક્શન શું છે?
હવે સોલોમનનું કાનપુર સાથે કનેક્શન વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સોલોમનની સફર સાથે સંબંધિત છે. 1958માં ભારત પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પ્રથમ વખત તેની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રવાસ પર તેમણે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. સોલોમન માટે આ ડેબ્યૂ ટેસ્ટ શાનદાર રહી હતી. તેમણે પ્રથમ ઈનિંગમાં 45 રન અને બીજી ઈનિંગમાં 86 રન બનાવ્યા હતા. તેમના પ્રદર્શનને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 203 રનથી મેચ જીતવામાં સફળ રહી હતી.
જો સોલોમનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
જો સોલોમનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 7 વર્ષ સુધી ચાલી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે વેસ્ટ ઈન્ડિઝ માટે 27 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 1 સદી અને 9 અડધી સદી સાથે 34ની સરેરાશથી 1326 રન બનાવ્યા હતા. આ સિવાય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમના 5000થી વધુ રન છે.