ભવ્ય-દિવ્ય રામ મંદિરમાં વિરાજમાન રામલલા હવે પહેલાં કરતાં બમણાં લોકોને દર્શન આપી રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભના વિપરીત પ્રવાહની એટલી અસર થઈ છે કે, ફક્ત મંદિરની નક્કી કરાયેલી દિનચર્યાનું જ નહીં પરંતુ, દર્શનના સમયગાળાનું પણ પાલન નથી થઈ રહ્યું. ભક્તોની સંખ્યામાં અણઘાર્યાં વધારાના કારણે મંદિરને મધ્યરાત્રિ 12 વાગ્યા બાદ પણ ખુલ્લું રાખવું પડે છે. શ્રદ્ધાળુઓ વધતાં ટ્રસ્ટના દર્શનનો સમય તો વધ્યો તેમ છતાં 17 કલાક પણ ઓછા પડી રહ્યાં છે. છેલ્લાં અનેક દિવસોથી રામલલા નિત્ય 19 કલાક સુધી દર્શન આપી રહ્યાં છે.
દર્શનનો સમય વધાર્યો
ગુરુવારે પણ મંદિર બપોરે 12:10 વાગ્યે બંધ કરવામાં આવ્યું હતું. શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ગત 1 ઓક્ટોબરના રોજ નવરાત્રિના પહેલાં દિવસથી મંદિરની દિનચર્યાનું આયોજન કરીને રામલલાના દર્શનનો સમયગાળો નક્કી કર્યો હતો. ત્યારથી મંદિરના દરવાજા સવારે 7 વાગ્યે ખુલતા હતા અને બપોરે 12:30 થી 1:30 વાગ્યા સુધી એક કલાક માટે બંધ રહેતા હતા. ત્યારબાદ બપોરે 1:30 થી રાત્રે 9 વાગ્યા સુધી દર્શન કરી શકાતા હતા અને શયન આરતી બાદ, રાત્રે 9:30 વાગ્યા સુધીમાં દરવાજા બંધ થઈ જતા હતાં.
અચાનક વધી શ્રદ્ધાળુઓની સંખ્યા
મંદિરની પહેલી વર્ષગાંઠ 11 જાન્યુઆરીને પ્રતિષ્ઠા દ્વાદશીના નામથી ઉજવવામાં આવી હતી અને તે જ સમયગાળા દરમિયાન પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થયો હતો, તેથી 22 જાન્યુઆરીથી ભક્તોની સંખ્યામાં અચાનક વધારો થયો હતો. દરરોજ અણધારી સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા, જેનાથી ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયેલી દિનચર્યા ખોરવાઈ ગઈ અને મંદિર સવારે 5 વાગ્યે ખોલવું પડ્યું.
રાત્રે 12 વાગ્યે બંધ થઈ રહ્યું છે મંદિર
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત પખવાડિયામાં ભાગ્યે જ કોઈ દિવસ એવો દિવસ હશે, જ્યારે મંદિર 12 વાગ્યા પહેલા બંધ થયું હોય. મંદિર મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેવાને કારણે, દર્શનનો સમયગાળો 19 કલાક સુધી લંબાવવામાં આવી રહ્યો છે.
દર્શનાર્થીઓની સંખ્યા સામે સિદ્ધાંત બદલવો અયોગ્ય
જગદગુરુ રામાનુજાચાર્ય સ્વામી રત્નેશ પ્રપન્નાચાર્યએ કહ્યું કે, દર્શનાર્થીઓની સંખ્યા આગળ સિદ્ધાંતો બદલાતા નથી. કોઈપણ મંદિરના પોતાના નિયમો અને કાયદા હોય છે. જો રામ મંદિરમાં બેઠેલા રામલલાને બાળક માનવામાં આવે છે, તો તેમની સુખ-સુવિધાઓનું પણ ધ્યાન રાખવું પડશે.