આજે વહેલી સવારથી ચૂંટણીના પરીણામ આવી રહ્યા છે, ત્યારે 10 વાગ્યે ઈલેક્શન કમીશને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે લીડ મેળવી છે, ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપ લીડ મેળવી લીધી છે.
હાલ રાજસ્થાનમાં ભાજપ 100 જેટલી સીટો પર લીડ મેળવી લીધી છે, જ્યારે મધ્ય પ્રદેશમાં પણ ભાજપ 140થી વધારે સીટ પર લીડ મેળવી ચુકી છે. લીડને જોતા લેતા એવુ લાગી રહ્યું છે કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ લીડ મેળવી જીત મેળવી શકે છે.
રાજસ્થાનના વર્તમાન સમયના અશોક ગેહલોત રાજસ્થાના મુખ્યમંત્રી છે. જેમને રાજકરણના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ કોંગ્રેસના સક્રિય નેતાઓમાંથી એક છે. રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત ત્રીજી વખત સત્તા પર છે. આ પહેલા તેઓ 1998 થી 2003 અને ફરીથી 2008 થી 2013 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમજ અશોક ગેહલોત જોધપુરના સરદારપુરા વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા.
ભાજપની આ રાજ્યમાં સત્તા
હાલમાં, દેશના 9 રાજ્યોમાં ભાજપની સંપૂર્ણ બહુમતી સરકાર છે, જેમાં યુપી, ઉત્તરાખંડ, ગુજરાત, ગોવા, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, મધ્ય પ્રદેશ તેમજ જે 5 રાજ્યોમાં ભાજપ ગઠબંધન એનડીએ સત્તામાં છે તે છે તેમા મહારાષ્ટ્ર, હરિયાણા મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડમાં છે.
આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની વિશ્વસનીયતા પણ દાવ પર છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા જાળવી રાખવાના પડકારનો સામનો કરી રહી છે.
કમલનાથનું રાજકીય કરિયર પૂર્ણ !
સાંસદ રહેતા ક્રોંગ્રેસ નેતા કમલનાથે અનેક જવાબદારીઓ નિભાવી છે. 2018માં મધ્યપ્રદેશના મખ્યમંત્રીના રુપમાં શપથ લીધા હતા. જો આજે કોંગ્રેસને હાર મળે છે તો કમલનાથનું રાજકીય કરિયર પૂર્ણ થઈ શકે છે. કારણ કે, હાલમાં તેની ઉંમર 77 વર્ષની છે. જો આજે તે હાર થશે તો આગામી ચૂંટણીમાં તેની ઉંમર 82 વર્ષની થઈ જશે.
મધ્ય પ્રદેશમાં 230 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટેની આજે મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ સરકાર બનાવવા માટે ફરી એક વાર પ્રયાસ હાથ કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી મોટી જીત સાથે સત્તામાં પરત ફરવાની ઈચ્છા ધરાવે છે. જો કે મધ્યપ્રદેશની પ્રત્યેક બેઠક પર જોરદાર મુકાબલો થઈ રહ્યો છે. પરંતુ દરેક નાગરિકની નજર 25 બેઠક પર છે.