ચેન્નાઈમાં વિલ્લીવાકમમમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં વંદે ભારત સ્લીપર કોચના લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. પહેલીવાર વંદે ભારત ટ્રેન સ્લીપર કોચ ઈન આઈસીએફ રેલવે કારખાનોમાં બનાવવામાં આવી છે.
#WATCH | Integral Coach Factory (ICF) in Chennai will be rolling out the Vande Bharat sleeper coaches soon pic.twitter.com/tcvYxKd4g5
— ANI (@ANI) October 23, 2024
વંદે ભારત ટ્રેન ટ્રાયલ ક્યારે થશે ?
ICF ના જનરલ મેનેજર યુ. સુબ્બા રાવે જણાવ્યું કે વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ લખનઉના રિસર્ચ ડિઝાઈએન્ડ સ્ટેન્ડર્ડસ ઓર્ગેનાઈઝેશન અને વેસ્ટર્ન રેલવે ટ્રેક પર શરુ થશે. આ ટ્રેન 10 15 દિવસ પહેલા જ અહીં આવી છે. હજી કોચની અંદર નાના મોટા કામ બાકી છે. 15 નવેમ્બર સુધી ટ્રેન ટ્રાયલ માટે તૈયાર થઈ જશે.
આ તારીખથી દોડશે વંદે ભારત સ્લીપર ટ્રેન
આ ટ્રેન 90 કિલોમીટર થી લઈને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ માટે ટ્રાયલ દરમિયાન તેની 90kmph, 100kmph, 120kmph, 130kmph અને 180kmph સુધીની સ્પીડ ટેસ્ટ થશે. આ માટે બે મહિનાનો સમય લાગશે. લગભગ 15 જાન્યુઆરી બાદ ટ્રેનમાં મુસાફરો મુસાફરી કરી શકશે.
ભારતીય રેલવે પ્રમાણે સ્લીપર કોચવાળી ટ્રેનમાં 823 યાત્રીઓ પ્રવાસ કરી શકશે. પ્રથમ કેટેગરીમાં ફર્સ્ટ ક્લાસ એસી કોચ છે. જેમાં 24 યાત્રીઓ પ્રવાસ કરી શકશે. જ્યારે 2 ટાયર એસીના ચાક કોચ છે. જેમાં 188 યાત્રીઓ મુસાફરી કરી શકશે. 3 ટાયર એસીના 11 કોચ છે. જેમાં 611 મુસાફરો પ્રવાસ કરી શકશે.