અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને વિશ્વના ઘણા VVIP મહેમાનો આ અભિષેક સમારોહમાં હાજરી આપશે. તેના પહેલા 30 ડીસેમ્બરે પીએમ મોદી અયોધ્યા જશે અને રોડ શોમાં સામેલ થશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે શ્રધ્ધાળુઓ માટે એક ફેસિલિટી સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં 25 હજાર શ્રધ્ધાળુઓને લોકરની સુવિધા મળી રહેશે. આ ફેસિલિટી સેન્ટરમાં 500 લોકો માટે ટોયલેટ અને અન્ય સુવિધા પણ હશે.
#WATCH | General Secretary of Shri Ram Janmabhoomi Teerth Kshetra, Champat Rai describes the map of Shri Ram Janmabhoomi temple.
He says "Locker facilities for 25,000 pilgrims have been made at Pilgrimage Facility Centre (PFC). A small hospital will also be built near the PFC. A… pic.twitter.com/APJ5211AiG
— ANI (@ANI) December 27, 2023
ગ્રાઉન્ડ ફ્લોર પણ તૈયાર
મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર પણ તૈયાર થઇ ગયું છે. તેમજ મંદિરનું નિર્માણ કાર્યનું કામ ઝડપથી પૂરું થઇ રહ્યું છે. 70 એકરમાં તૈયાર થતા મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ યાત્રી સુવિધા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિવાય દિવ્યાંગો માટે મંદિરમાં લીફ્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ચંપત રાયે જણાવ્યું હતું કે પૂર્વ તરફના ગેટથી શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે.
ગર્ભગૃહ મકરાણા આરસમાંથી કોતરવામાં આવ્યું
ચંપત રાયે જણાવ્યું કે મંદિરના ફ્લોરનું નિર્માણ મકરાણા માર્બલમાંથી કરવામાં આવ્યું છે. તેમજ ગર્ભગૃહ માટે સફેદ મારબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ગુલાબ પત્થર દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે રાજસ્થાનના બંસી પહાડપુર ના ગુલાબી રેત પત્થર છે. જેનું આયુષ્ય 1000 વર્ષ છે. વર્ષ 2022માં મંદિરનું નિર્માણ કાર્યની શરૂઆત થઇ હતી. નિર્માણમાં 22 લાખ ક્યુબીક પત્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.