ભાવનગર નજીક કોળિયાક ગામ પાસેનું સુપ્રસિદ્ધ આસ્થા સ્થાન એટલે પાંડવોની કથા સાથે જોડાયેલ સમુદ્રમાં બિરાજતાં નિષ્કલંક મહાદેવ સ્થાન છે.
મહાભારત યુદ્ધમાં પરિવારનાં જ સંહારના પાપ મુક્તિ વગેરેની પાંડવોની કથા સાથે જોડાયેલ અને નિષ્કલંક થયાંનો પ્રસંગ આ નિષ્કલંક મહાદેવ તીર્થમાં રહેલ છે. અહીંયા પાંચ શિવલિંગોમાં દર્શન પૂજનમાં ભાવિકો લાભ લેતાં રહે છે.
ભાવનગર નજીક સમુદ્રમાં બિરાજતાં નિષ્કલંક મહાદેવ લિંગ દર્શન ભરતી ઓટ મુજબ સુગમતા સાથે ભાવિકો લાભ લેતાં રહે છે. નિષ્કલંક જે તળપદી ભાષામાં નકળંગ મહાદેવ નામથી લોકહૃદયમાં બિરાજેલાં છે.
શિવજીનાં શ્રાવણ માસ તેમજ પિતૃ પૂજનવંદના માટેનાં ભાદરવા માસમાં ભાવિક શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતાં રહે છે. ઋષિપંચમી પર્વે સ્નાન હેતુ મહિલાઓનો ધસારો વધુ હોય છે. આ સ્થાનમાં શ્રાવણ માસના છેલ્લાં દિવસે એટલે અમાસે વિરાટ લોકમેળો યોજાય છે, જેમાં લાખો યાત્રિકો શ્રદ્ધાળુઓ આગલી રાતથી જ કોળિયાક સમુદ્ર કિનારે પહોંચી જાય છે.
સમુદ્ર વચ્ચે ભરતી ઓટ સાથે દશ્યમાન થઈ રહેલ શિવલિંગો અદ્ભુત દશ્યો સર્જે છે. શ્રધ્ધાળુઓ માટેનું આ સુપ્રસિધ્ધ સ્થાન સમગ્ર રાષ્ટ્ર માટે આસ્થા અને આકર્ષણરૂપ રહેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel