Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

મહેસાણાના કડીમાં ગૌવંશ કતલનો મામલો ગરમાયો, 15-20 ગાયોના અવશેષ મળ્યાનો દાવો

મહેસાણાના કડીમાં ગૌવંશ કતલનો મામલો ગરમાયો, 15-20 ગાયોના અવશેષ મળ્યાનો દાવો

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલદેશણ રોડ નજીક 11 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગૌરક્ષકોએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી કતલ કરેલી હાલતમાં બે ગાયના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

ચોક્કસ બાતમી આધારે ગૌરક્ષકોનો દરોડો

મળતી માહિતી અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી અલદેશણ ગામની આસપાસ ગૌવંશની ગેરકાયદેસર કતલ થતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ગૌરક્ષકો છેલ્લા કેટલાક દિવસોથી રાત્રે રેકી કરી રહ્યા હતા. બુધવારે મોડી રાત્રે નૂરબાનુ ફાર્મ હાઉસ નજીકના ખુલ્લા મેદાનમાં કતલ ચાલી રહી હોવાની પાકી માહિતી મળતા તેઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા.

આરોપીઓ ફરાર, સ્થળ પરથી ભયાનક દૃશ્યો

ગૌરક્ષકો સ્થળે પહોંચતા જ આરોપીઓ અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા. તપાસ દરમિયાન બે ગાયના કતલ કરેલા મૃતદેહ મળી આવ્યા હતા. ગાયોના પગ કપાયેલા હતા અને એક ગાયનું માથું ધડથી અલગ મળ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ગૌરક્ષકોના દાવા મુજબ સ્થળ પર લગભગ 15-20 ગાયો કાપેલી હાલતમાં જોવા મળી હતી.

હથિયારો અને બિનવારસી ઓટો-રિક્ષા જપ્ત

સ્થળ પરથી કતલ માટે વપરાયેલા તીક્ષ્ણ છરા અને લોહીથી ખરડાયેલી બિનવારસી ઓટો-રિક્ષા પોલીસે જપ્ત કરી છે. આ રિક્ષાનો ઉપયોગ ગૌમાંસની હેરાફેરી માટે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હાલ વાહનના નંબર અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને શોધવાની કામગીરીમાં લાગી છે.

VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા, પોલીસ કાર્યવાહી શરૂ

ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કડી પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પશુચિકિત્સકને બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગૌરક્ષકોની ચેતવણી અને રાજકીય પ્રતિસાદ

ગૌરક્ષક ગૌસ્વામી પાર્થગીરી બાબુગીરી અને ઠાકોર દાનસંગજીએ જણાવ્યું કે તેઓ સ્થળે પહોંચ્યા ત્યારે ગાયો કપાતી હતી અને આરોપીઓ ભાગી ગયા. તેમણે માંગ કરી કે આરોપીઓને ઝડપીને કડક સજા કરવામાં આવે, નહીં તો રેલી અને આંદોલન કરવામાં આવશે. કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ સ્થળની મુલાકાત લઈને જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

તપાસ તેજ, આરોપીઓને શોધવા પોલીસની કાર્યવાહી

પોલીસ દ્વારા કેસ નોંધવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

Filed under Mehsana Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.