FCBA ( Frontiers In Cooperative Banking Awards) દ્વારા ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડિયાદને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બેંકના NPA માં નોંધપાત્ર ઘટાડો કરવા બદલ સમગ્ર દેશની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની કેટેગરીમાં “Best NPA Managment Award” લખનૌ (ઉત્તરપ્રદેશ) ખાતે એનાયત કરવામાં આવ્યો.
આ એવોર્ડ બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તથા બેંકના સંચાલક મંડળ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ એવોર્ડ બદલ બેંકના ચેરમેન તેજસ પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તથા સંચાલક મંડળ દ્વારા NPAની થયેલ વિશિષ્ટ કામગીરી બદલ બેંકના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)