ખાતે આસો સુદ ચૌદસ ના દિવસે પલ્લી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
શ્રી તાત્કાલિક હનુમાન દાદાનું મંદિર ઝવેરી બજાર, સોનીવાડા અને પાટણનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે. શ્રદ્ધાળુઓ દ્વારા માનેલ બાધા માનતા તાત્કાલિક પૂર્ણ થતી હોવાથી આ મંદિર તાત્કાલિક હનુમાન મંદિર તરીકે પ્રખ્યાત બન્યું છે. વર્ષો પહેલા અહીંના વડીલો દ્વારા પલ્લી મહોત્સવનું આયોજન થયું હતું. જે પરંપરા પ્રમાણે દર વર્ષે પલ્લી મહોત્સવ ઉજવાય છે. આ પલ્લીની વિશેષતા એ છે કે શ્રી તાત્કાલિક હનુમાન દાદાના દોરા અને દાદાના ઝવેરાનો વિશેષ મહિમા છે. જેને લોકો પોતાના પૂજાસ્થાન અને વ્યાપારના સ્થાન ઉપર મૂકે છે. જેનાથી તેમના વેપાર ધંધામાં વૃદ્ધિ થતી હોવાની શ્રદ્ધાળુઓની આસ્થા છે.
દર વર્ષે દાદાની પલ્લીમાં ભક્તોનો વધારો થયા કરે છે અને સૌ કોઈ આ પલ્લીની રાહ જોવે છે. પલ્લી મહોત્સવમાં સમગ્ર પાટણમાંથી ભાવિક ભક્તો સહ પરિવાર આવે છે. સુરત, વડોદરા અને અમદાવાદથી પણ ભક્તો પલ્લીના દર્શન માટે ખાસ પાટણ આવે છે. રાત્રે બે થી ત્રણ વાગે પલ્લી મહોત્સવ ઉજવવામાં આવે છે. મંદિરને ફૂલની આંગી કરીને શણગારવામાં આવે છે. ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે દાદાની પલ્લી નિજ મંદિરથી સોનીવાડાના વિવિધ વિસ્તારોમાં નીકળે છે. પાટણના ઘણા બધા વિસ્તારમાં ભક્તો પલ્લી લઈને દરેકના ઘરે આશીર્વાદ સ્વરૂપે પૂજા માટે જાય છે.
દાદાની પલ્લીમાં આરતીનું ખૂબ મહત્વ હોવાથી ભક્તો અગાઉથી આરતી અને પ્રસાદ માટે ઉછામણી સ્વરૂપે બોલી લગાવતા હોય છે. દાદા પ્રત્યેની અતૂટ આસ્થાને લીધે ભક્તોનો નંબર ઘણીવાર ૨૫ વર્ષે આવતો હોય છે. આ પલ્લી મહોત્સવમાં ૧૫૦૦ થી વધારે શ્રદ્ધાળુઓ અમીર ગરીબના ભેદ ભૂલી એક પંગતે રાતના ૨:૦૦ વાગે દાદાના મંડપ આગળ એક જ લાઈનમાં જમીન ઉપર બેસીને દાદાનો પ્રસાદ આરોગે છે.
શ્રી તાત્કાલિક હનુમાન દાદા સહુ કોઈ ભક્તોની શ્રદ્ધાથી માનેલું કામ તરતજ તાત્કાલિક પૂરું કરે છે. આથી આ મંદિરનું નામ જ તાત્કાલિક હનુમાન મંદિર પડ્યું છે. આપણા સનાતન ધર્મમાં સાત ચિરંજીવીનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં હનુમાનજીનો સમાવેશ થાય છે. લોકોની શ્રદ્ધા અને આસ્થા તાત્કાલિક પૂર્ણ થતી હોવાથી શ્રદ્ધાળુઓની માન્યતાને લીધે શ્રી તાત્કાલિક હનુમાનજીના સાક્ષાત્કારમાં લોકો ધન્યતાનો અનુભવ કરે છે.