સચિન/પાલી વિસ્તારમાં એક મોટાગજા ના નેતા એ એક બિન અધિકૃત બાંધકામ સાથે cop ની જગ્યા નો 60 લાખ માં સોદો કર્યો!
જલારામ નગર માં પ્લોટ નંબર 63 ની સાથે બાજુની જમીન COP પણ આ નેતા ના કહેવાથી સોદો થયો!
આ સેટીંગ ડોટ કોમ કરાવનાર સચિન/પાલી નો નેતા કોણ?
સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગેરકાયદેસર બાંધકામનો રાbrekingફડાઓ ફાટી રહ્યા છે ત્યારે ઉધના ઝોન બી કચેરી ના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલ જલારામ નગર સોસાયટી સચિન પાલીમાં પ્લોટ નંબર 63 માં મોટા ગજાના રાજનેતા અને સુરત મહાનગરપાલિકા ઉધના ઝોન કચેરીના આશીર્વાદથી બે બાબુ બિલ્ડર કરી રહ્યો છે ગેરકાયદેસર બાંધકામનો વિકાસ!સોસાયટીના રહીશો દ્વારા સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન બી કચેરી ખાતે આ ગેરકાયદેસર બાંધકામ નો વિકાસ અટકાવવા માટે ફરિયાદો રજૂઆતો પણ કરવામાં આવી પરંતુ જવાબદાર અધિકારીઓ રાજનેતા ની ભલામણથી આ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી કરતા નથી.
સૂત્રો દ્વારા ગુપ્ત માહિતી મળી રહી છે કે આ જલારામ નગર સોસાયટી નો 63 નંબરના પ્લોટ માં ગેરકાયદેસર બાંધકામ તો બની જ રહ્યું છે પરંતુ બાજુમાં રહેલ સીઓપીની જગ્યા પણ આ લે ભાગુ બિલ્ડર રાજનેતાના કહેવાથી કવર કરી રહ્યો છે અને 60 લાખનું સેટિંગ ડોટ કોમ કર્યા હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે?
હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન ક્યારે કરશે?
આ ગેરકાયદેસર બાંધકામની વધુ વિસ્ફોટક માહિતી અને 60 લાખ માં સેટિંગ ડોટ કોમ કરાવનાર રાજનેતાની વધુ માહિતી માટે જોતા રહો?