આ પ્રસંગો વાલોડના સહકારી આગેવાન નરેશભાઈ પટેલ, પંકજભાઈ વખારીયા, ઉદેસિંગભાઈ ગામીત , વાલોડ તાલુકા મહામંત્રી ધવલ શાહ, જિલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, જ્યોત્સનાબેન ગામીત તેમજ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ રોડ તાપી જિલ્લા હસ્તક માર્ગ અને મકાન વિભાગમાં આવે છે અને આ રોડનું કામ ૧૨ કરોડ ૯૨ લાખ રૂપિયામાં મંજૂર કરવામાં આવ્યું છે અને છ માસની મુદતમાં આ કામ પૂરું કરવામાં આવશે.