વિદેશમાં ભણવા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતાં લોકો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એક તરફ કેનેડાએ GIC ફી 10 હજારથી વધારીને 20635 ડોલર કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ સ્ટુડન્ટ વિઝા નિયમોમાં કડકાઈનો આદેશ આપ્યો છે.
Australia announced plans to tighten visa rules for international students and low-skilled workers that could halve its migrant intake over the next two years as the government looks to overhaul what it said was a 'broken' migration system https://t.co/tsHsrcDSua pic.twitter.com/v9XALoUqul
— Reuters (@Reuters) December 11, 2023
સ્ટુડન્ટ વિઝા નિયમોમાં કડકાઈનો આદેશ
વાત એમ છે કે ઓસ્ટ્રેલિયા હવે પોતાની માઈગ્રન્ટ પોલિસીને વધુ કડક બનાવવા જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ સોમવારે જણાવ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઓછા કુશળ કામદારો માટે વિઝા નિયમો કડક બનાવશે, જે આગામી બે વર્ષમાં તેની migrant entry એટલે કે સ્થળાંતર પ્રવેશને અડધી કરી શકે છે. માઈગ્રન્ટ લઈને એક સિસ્ટમ બનાવવામાં આવી હતી જે તૂટી ગઈ છે અને સરકાર હવે પરિસ્થિતિ સુધારવા માંગે છે. નવી નીતિઓ હેઠળ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અંગ્રેજી એક્ઝામમાં ઉચ્ચ રેટિંગ્સ હાંસલ કરવાની જરૂર પડશે અને વિદ્યાર્થીની બીજી વિઝા અરજી પર વધુ તપાસ થશે, જેના કારણે તેમના વિઝા આવવામાં વધુ સમય લાગી શકે છે.
ઈમિગ્રેશન રેકોર્ડ 510,000 સુધી પહોંચવાની ધારણા
આ નિર્ણય 2022-23માં ઈમિગ્રેશન રેકોર્ડ 510,000 સુધી પહોંચવાની ધારણા છે તે પછી લેવામાં આવ્યો છે. સત્તાવાર ડેટા અનુસાર આ આંકડો 2024-25 અને 2025-26માં લગભગ એક ક્વાર્ટર મિલિયન થવાનો અંદાજ છે. ઓસ્ટ્રેલીયાના ગૃહ મંત્રી ક્લેર ઓ’નીલે જણાવ્યું હતું કે 2022-23માં વિદેશી સ્થળાંતરમાં વધારો મોટાભાગે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા થયો છે. સરકારે વિદેશીઓની સંખ્યા ઘટાડવા માટે પહેલાથી જ કેટલાક સુધારા કર્યા છે, જે અસરકારક છે અને સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં ઘટાડો તરફ દોરી જશે.
ઈમિગ્રેશન રેકોર્ડ 510,000 સુધી પહોંચવાની ધારણા
આ નિર્ણય 2022-23માં ઈમિગ્રેશન રેકોર્ડ 510,000 સુધી પહોંચવાની ધારણા છે તે પછી લેવામાં આવ્યો છે. સત્તાવાર ડેટા અનુસાર આ આંકડો 2024-25 અને 2025-26માં લગભગ એક ક્વાર્ટર મિલિયન થવાનો અંદાજ છે. ઓસ્ટ્રેલીયાના ગૃહ મંત્રી ક્લેર ઓ’નીલે જણાવ્યું હતું કે 2022-23માં વિદેશી સ્થળાંતરમાં વધારો મોટાભાગે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા થયો છે. સરકારે વિદેશીઓની સંખ્યા ઘટાડવા માટે પહેલાથી જ કેટલાક સુધારા કર્યા છે, જે અસરકારક છે અને સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં ઘટાડો તરફ દોરી જશે.
Australia will tighten visa rules for international students and low-skilled workers.
Read more: https://t.co/qnrZQZ06Tx #australia #visa #migrant #visarule #globalnews pic.twitter.com/BwvmbD8z92
— The Daily Star (@dailystarnews) December 11, 2023
મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા જાય છે
દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જાય છે. ગ્લોબલ ડેટા અને બિઝનેસ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર, જુલાઈ 2023 સુધીમાં 118,869 ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. ઑસ્ટ્રેલિયન ગૃહ મંત્રાલયની વેબસાઇટ અનુસાર, જૂન 2021ના અંતમાં, ભારતીય મૂળના 710,380 લોકો ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા. 30 જૂન, 2011ના રોજ, આ સંખ્યા અડધા (337,120) કરતા પણ ઓછી હતી. બ્રિટન પછી ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો સૌથી વધુ છે.
ઓસ્ટ્રેલિયામાં વધી બેઘરોની સંખ્યા
ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે તેના વાર્ષિક સ્થળાંતર સંખ્યામાં વધારો કર્યો હતો જેથી કર્મચારીઓની અછતને ભરવા માટે વ્યવસાયોને ભરતી કરવામાં મદદ મળી શકે કારણ કે COVID-19 મહામારીને કારણે કડક સરહદ નિયંત્રણો અને વિદેશી વિદ્યાર્થીઓ અને કામદારોને લગભગ બે વર્ષ સુધી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓના અચાનક ધસારા અને ઘરોના વધેલ રેન્ટને કારણે ઓસ્ટ્રેલીયામાં બેઘર લોકોની સંખ્યામાં વધારો નોંધાયો હતો.