યુદ્ધવિરામની જાહેરાતના પાંચ દિવસ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના નિવેદન પલટી જવું, જીતની ખોટી ઉજવણી કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું અચાનક ભારતને વાતચીતની ઓફર કરવું, પાકિસ્તાની સંસદમાં સાંસદોનું ભારત તરફથી નવા હુમલાની આશંકા વ્યક્ત કરવી, ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા એવી જાહેરાત કરવી કે પિક્ચર હજુ બાકી છે, ઝડપથી બદલાતી ઘટનાઓએ ચર્ચાઓને વેગ આપ્યો છે.
શું 18 મેના રોજ કંઈક મોટું થશે?
એક તરફ, પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરનો ભય હવે આતંકવાદીઓના ચહેરા પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, તો બીજી તરફ, 18 મેની તારીખ પાકિસ્તાની સંસદમાં સાંસદોને ડરાવી રહી છે. આ ડર ઓપરેશન સિંદૂર પાર્ટ-2 નો છે. પાકિસ્તાની સાંસદ સૈયદ શિબલી ફરાઝે કહ્યું કે તેઓ આરામથી નહીં બેસે… હવે અમારે ખૂબ સાવધ રહેવું પડશે.
‘ऑपरेशन सिंदूर’ में भारतीय वायुसेना ने न केवल दुश्मन को dominate किया है बल्कि उन्हें decimate करने में भी कामयाबी हासिल की है।
हमारी एयरफोर्स एक ऐसी ‘स्काइफ़ोर्स’ है, जिसने अपने शौर्य, पराक्रम और प्रताप से आसमान की नई और बुलंद ऊंचाइयों को छू लिया है। pic.twitter.com/N9T4rNbPYW
— Rajnath Singh (@rajnathsingh) May 16, 2025
પાકિસ્તાની સાંસદોને હુમલાનો ડર
પાકિસ્તાનના સંસદ સભ્યોએ ખુલ્લેઆમ ભારત તરફથી ફરી એક હુમલાની આશંકા વ્યક્ત કરી છે. પાકિસ્તાની સાંસદો ડરેલા છે અને આ ડર ફક્ત સંસદ પૂરતો સીમિત નથી. પાકિસ્તાની સેનાના રક્ષણ હેઠળ પણ, આતંકના આકાઓને બુલેટપ્રૂફ કાચ પાછળ છુપાઈને રહેવું પડી રહ્યું છે. મતલબ કે, પાકિસ્તાન દુનિયાને બતાવવા માટે ખોટી જીતની ઉજવણી કરી રહ્યું છે, દેશના વડાપ્રધાન અને આર્મી ચીફ એક પછી એક લશ્કરી ઠેકાણાઓની મુલાકાત લઈ રહ્યા છે અને જીતની જાહેરાત કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન 18 મેની તારીખથી ડરી રહ્યું છે.
શું ટ્રમ્પના નિવેદનથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો?
ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે 18 મેના રોજ યુદ્ધવિરામ પર ચોથા રાઉન્ડની વાતચીત થવાની છે, પરંતુ વાતચીત પહેલા કંઈક એવું બન્યું જેનાથી ભારત-પાકિસ્તાન અંગે સસ્પેન્સ વધી ગયું. આ સસ્પેન્સનું કારણ છે અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા યુદ્ધવિરામ પર પોતાનું વલણ બદલવું. બિલાવલ ભુટ્ટો યુદ્ધવિરામ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અચાનક ભારત સાથે વાતચીત કરવા તૈયાર થઈ ગયા. તો શું ટ્રમ્પનું નિવેદન પાકિસ્તાનમાં ગભરાટનું કારણ બની ગયું છે? હકીકતમાં, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે 10 મેના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી, પરંતુ 15 મેના રોજ ટ્રમ્પ પોતાના નિવેદનથી પલટી ગયા અને કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે મેં મધ્યસ્થી કરી. મેં માત્ર ભારત અને પાકિસ્તાનને યુદ્ધવિરામ સુધી પહોંચવામાં મદદ કરી.
બિલાવલે આપ્યા યુદ્ધવિરામ ભંગ થવાના સંકેતો!
બિલાવલ ભુટ્ટોના નિવેદનથી ત્રણ વાત સ્પષ્ટ થાય છે. પહેલી – પાકિસ્તાનને ડર છે કે યુદ્ધવિરામનો ભંગ થઈ શકે છે. બીજી – પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરનો ભય છે. ત્રીજી – ભારતની આગામી કાર્યવાહીનો ડર અને પાકિસ્તાનનો પરમાણુ યુદ્ધ તરફનો સંકેત. બિલાવલ ભુટ્ટોએ યુદ્ધવિરામ તૂટવાનો સંકેત આપતાની સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે એક નિવેદન બહાર પાડ્યું જેમાં તેમણે ભારત સાથે વાતચીત શરૂ કરવાની વાત કરી.
ઓપરેશન સિંદૂર પાર્ટ-2 નું કાઉન્ટડાઉન શરૂ?
ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે યુદ્ધવિરામ શાંતિની શરૂઆત નથી પરંતુ માત્ર એક વિરામ છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી શાંતિની આશાઓ માત્ર એક ભ્રમ છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઊભો થાય છે કે શું આતંકવાદીઓને વળતર આપીને ફસાયેલા પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર પાર્ટ-2નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે? શું આગામી નિશાના પર હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા ચહેરાઓ છે? શું ટાર્ગેટ-9 ટ્રેલર હતું અને ટાર્ગેટ-21 એ આખું પિક્ચર છે.
પાકિસ્તાનમાં યુદ્ધવિરામ ભંગ થવાનો ભય કેમ?
એક વાત ખૂબ જ નોંધપાત્ર છે, તે એ છે કે ભારત તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી. પીએમ મોદીએ પણ આ કહ્યું હતું, અને હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આ કહ્યું છે. વધુમાં, રાજનાથ સિંહે તો એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરથી થયેલી તબાહી માત્ર એક ટ્રેલર છે, આખું પિક્ચર તો હજુ બાકી છે અને ભારત આખું પિક્ચર પણ દુનિયાને બતાવશે. એવામાં હવે પાકિસ્તાનને ચિંતા છે કે ભારત યુદ્ધવિરામ ખાતન ન કરી નાખે!