Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકા ખાતે મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી.

તિરંગા યાત્રા વાલોડ એસ.જી. હાઇસ્કુલ થી નીકળી વાલોડ ચાર રસ્તા સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રા દરમિયાન વાલોડ સ્કૂલની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ‘ભારત માતાકી’, ‘જય વંદે માતરમ’ જેવા દેશભક્તિના નારા થી વાલોડ ગામ ગુંજી ઉઠ્યું હતું.

આ કાર્યક્રમાં વાલોડ પોલીસના જવાનો, વાલોડ તલુકા પંચાયતના સભ્યઓ, વાલોડ ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રીઓ, હોદ્દેદારો, આગેવાનો, તાલુકા પંચાયતના અધિકારી-કર્મચારીઓ સહિત હાથમાં તિરંગા સાથે વાલોડ ગામના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા.

દેશભક્તિના નારાઓ સાથે તિરંગા યાત્રામા જોડાયેલા દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી.

 

રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.