ભારતીય સેના એ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાનું જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું..
તિરંગા યાત્રામાં ભારત દેશમાં સેવા આપીને નિવૃત્ત થયેલ માજી સૈનિકો નું ગ્રુપ પણ જોડાયું હતું, 170 મહુવા વિધાનસભાના ધારાસભ્ય, વાલોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, સરકારી કર્મચારીઓ, આંગણવાડી બહેનો તેમજ વાલોડ નગર તથા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં રાષ્ટ્ર પ્રેમીઓ જોડાઈને તિરંગા ને સલામી આપી હતી.
તિરંગા યાત્રા વાલોડ ચાર રસ્તા સર્કલ થી નીકળી મેઇન રોડ થઈને પરાગ વડ ખાતે પુર્ણ થઈ હતી..